નીલગાયના મૃતદેહ પર બંદૂકની ગોળીનું નિશાન મળ્યું : ગળાના ભાગે છરીના ઘા પણ જોવા મળ્યામોરબી: માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામે એક અબોલ જીવની ક્રૂર હત્યા કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બગસરા ગામના તળાવની પાછળના ભાગે અજાણ્યા શિકારીઓ દ્વારા એક નીલગાય (રોઝ)નો ઘાતકી શિકાર કરવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે બગસરા ગામના જાગૃત નાગરિકોને આ ઘટના અંગેની ભનક લાગતા તેઓ તાત્કાલિક તળાવ પાછળના વિસ્તારમાં દોડી ગયા હતા. ગ્રામજનોએ ઘટનાસ્થળે પહોંચીને જોયું તો એક નીલગાય મૃત અવસ્થામાં પડી હતી. આ નીલગાયનો શિકાર કરવા માટે બહારથી આવેલા અજાણ્યા શિકારીઓએ બંદૂકનો ઉપયોગ કર્યો હોવાનું અનુમાન છે, કારણ કે મૃતદેહ પર બંદૂકની ગોળીના નિશાન જોવા મળ્યા હતા. આ ઉપરાંત, નીલગાયના ગળાના ભાગે છરીના ઘા માર્યાના નિશાન પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. ગ્રામજનો ત્યાં પહોંચે તે પહેલાં જ શિકારીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. આ અબોલ જીવની હત્યાની ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.#MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #Bagasara #NilgaiPoaching #WildlifeCrime #AnimalCruelty #MorbiCrime #GujaratNews #SaveWildlife