મોરબી : મોરબીના નવા બસ સ્ટેશન વિસ્તારમાં કચરાના નિકાલને લઈને સ્થાનિક દુકાનદારોએ આક્ષેપ કર્યો છે કે, મહાનગરપાલિકાના કર્મચારીઓ પોતે કચરો સળગાવે છે અને બીજી તરફ તંત્ર દ્વારા વેપારીઓને દંડ ફટકારવામાં આવે છે. આ સમગ્ર ઘટનાનો વીડિઓ હાલ સામે આવ્યો છે.મળતી વિગત મુજબ, મોરબીના નવા બસ સ્ટેશન પાસે કચરાના ઢગલાઓ ખડકાયેલા રહે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પાલિકાના સફાઈ કર્મચારીઓ કચરો ઉપાડવાને બદલે ત્યાં જ દીવાસળી ચાંપી તેને સળગાવી દે છે. સ્થાનિક વેપારીઓએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, 'પાલિકાના માણસો જ અહીં આવીને કચરો સળગાવી જાય છે. જ્યારે અગાઉ કચરો સળગાવવા બાબતે અમને ₹7,000 જેવો મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે બેવડા ધોરણો દર્શાવે છે. #Morbi #MorbiUpdate #Municipality #WasteManagement #Pollution #LocalNews #SocialMediaViral #MorbiBusStation #Complaint