સિરામિક ઉદ્યોગનું પ્રોડક્શન ઘટતા અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટના પ્રશ્નોને કારણે 52 પેપર મિલો બંધ થવાના આરે પહોંચીમોરબી: મોરબીના ઉદ્યોગો પર હાલ વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઇઝરાયેલ, ઇરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની ગંભીર અસરો જોવા મળી રહી છે. સિરામિક ઉદ્યોગો શટ ડાઉન થઇ રહ્યા હોવાથી હવે મોરબીનો પેપર મિલ ઉદ્યોગ પણ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. જો આગામી દિવસોમાં સ્થિતિ નહીં સુધરે તો મોરબીની પેપર મિલોને પણ તાળા મારવાની નોબત આવી શકે છે.પેપર મિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ દેત્રોજાના જણાવ્યા અનુસાર, મોરબીમાં હાલ 52 જેટલી પેપર મિલો કાર્યરત છે, જેનું વાર્ષિક ટર્નઓવર અંદાજિત 5000 કરોડ રૂપિયા આસપાસ છે. આ યુદ્ધના કારણે આખી પેપર ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીમાંથી બાકાત રહી શકી નથી અને હાલમાં ઉદ્યોગ માટે અનેક નવા પ્રશ્નો ઊભા થયા છે.મોરબીના પેપર ઉદ્યોગનું 50 થી 55 ટકા કન્ઝપ્શન માત્ર સ્થાનિક સિરામિક ઉદ્યોગમાં જ થાય છે. જો સિરામિક ઉદ્યોગ બંધ થાય અથવા ઉત્પાદન ઘટાડે તો તેની સીધી અસર પેપર મિલોના વેચાણ પર પડે છે. વેચાણ ઘટતા મિલો 50 ટકા કેપેસિટીએ ચલાવવી વાયેબલ (પોસાય તેમ) રહેતી નથી. આ સ્થિતિમાં પેપર મિલોને ભયંકર આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે તેમ છે. જો સિરામિક એકમો બંધ થાય તો પેપર મિલો વધુમાં વધુ 8 થી 10 દિવસ જ ચાલી શકે તેમ છે, ત્યારબાદ રો-મટિરિયલ અને કોલસાની સપ્લાયના અભાવે ફરજિયાત બંધ કરવી પડે.કાચા માલની અછત: માત્ર 4 થી 15 દિવસનો જ સ્ટોક ઉપલબ્ધપેપર મિલોમાં રો-મટિરિયલ (વેસ્ટ પેપર)ની ભારે અછત ઊભી થવાની શક્યતા છે. નાની મિલો પાસે હાલ માત્ર 4 થી 5 દિવસનો અને મોટી મિલો જે ઇમ્પોર્ટ કરે છે તેમની પાસે 10 થી 15 દિવસનો જ વેસ્ટ પેપરનો સ્ટોક ઉપલબ્ધ છે. મોરબીમાં રિસાયક્લિંગ મિલો કાર્યરત હોવાથી અહીં 70% વેસ્ટ પેપર વિદેશથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે, જ્યારે માત્ર 30% માલ જ ઇન્ડિયામાંથી મળે છે. જો ઇમ્પોર્ટ રોકાશે તો મિલો બંધ કર્યા સિવાય ઉદ્યોગકારો પાસે કોઈ વિકલ્પ રહેશે નહીં.10 હજાર કામદારોની રોજગારી સંકટમાંમોરબીના પેપર મિલ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આશરે 10,000 લોકોની રોજગારી જોડાયેલી છે. જો મિલો બંધ થશે તો આ 10,000 કામદારોની રોજીરોટી પર સીધી અસર પડશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાં પેપર ઉત્પાદનમાં ગુજરાતનો 40% હિસ્સો છે, જેમાં એકલા મોરબીનો હિસ્સો 60% થી પણ વધુ છે.શિપિંગ કંપનીઓએ ભાડામાં $3000 સુધીનો તોતિંગ વધારો ઝીંક્યોયુદ્ધના કારણે દરિયાઈ માર્ગે થતા વેપારમાં મોટું જોખમ ઊભું થયું છે. માલ ઇમ્પોર્ટ કરવામાં કન્ટેનરો ડીલે થઈ રહ્યા છે. સામે પક્ષે એક્સપોર્ટમાં પણ મોટી નુકસાની છે. શિપિંગ કંપનીઓએ રૂટ બંધ કર્યા છે અથવા તો જહાજોની સેફ્ટી અને ઇન્સ્યોરન્સ ન મળવાના કારણે કન્ટેનર દીઠ 2000 થી 3000 ડોલરનો જંગી વધારો કરી દીધો છે. જેના કારણે એક્સપોર્ટના અનેક કન્ટેનરો પોર્ટ પર અટવાયા છે અને સસ્તા માલ પર આટલો મોટો ડેમરેજ ચાર્જ ચૂકવવો પેપર મિલોને પોસાય તેમ નથી.#MorbiUpdate #MorbiNews #MorbiPaperMill #PaperIndustry #MorbiCeramic #WarImpact #GujaratBusiness #BusinessNews #MorbiDaily