બાળાઓ મહાપાલિકાના વિવિધ વિભાગો અંગે માહિતી મેળવી પ્રશ્નોતરીમાં સહભાગી બનીમોરબી : વિદ્યાર્થીનીઓના સર્વાંગી ઘડતર અને સશક્તિકરણ માટે સતત કાર્યરત એવી મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક ખાસ અનુભવ મેળવ્યો હતો. મોરબી નગરપાલિકા દ્વારા આયોજિત 'Day With Commissioner' કાર્યક્રમ અંતર્ગત બાળાઓ મહાનગરપાલિકાની મહેમાન બની હતી અને વહીવટી કામગીરીની પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી.અધિકારીઓ સાથે સીધો સંવાદ અને પ્રશ્નોત્તરીકાર્યક્રમના પ્રારંભે ડે. કમિશનર કુલદીપસિંહ વાળા, સંજય સોની અને સીટી એન્જિનિયર હિતેશ આદ્રોજાએ બાળાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ તબક્કે બાળાઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો અને અધિકારીઓએ પૂછેલા પ્રશ્નોના સચોટ જવાબો આપ્યા હતા. ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ મહાનગરપાલિકાના મહેકમ અને સત્તાઓ વિશે સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોરબીમાં હાલ 306 અધિકારી-કર્મચારીઓનું મહેકમ છે, જેમાંથી હાલ મર્યાદિત સ્ટાફ દ્વારા કામગીરી સુચારુ રીતે ચલાવવામાં આવી રહી છે.વિવિધ શાખાઓની પ્રત્યક્ષ મુલાકાતબાળાઓએ મહાનગરપાલિકાના વિવિધ વિભાગો જેવા કે, ડ્રેનેજ અને સ્વચ્છતા વિભાગ, ટેક્સ અને ટ્રાફિક શાખા, આવાસ અને જન્મ-મરણ નોંધણી, મહેકમ અને સિવિક સેન્ટર તેમજ વોટર વર્ક્સ અને સીટી બસ વિભાગની મુલાકાત લીધી હતી. આ તમામ વિભાગોના અધિકારીઓએ પોતાની કામગીરી વિશે બાળાઓને ઝીણવટભરી માહિતી આપી હતી. આ ઉપરાંત બાળાઓએ શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકાલયની મુલાકાત લઈ મનગમતા પુસ્તકોનું વાંચન પણ કર્યું હતું.ભોજન અને ઉત્સાહભેર પૂર્ણાહુતિસમગ્ર કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાના કો-ઓર્ડિનેટર રાજલબહેને વ્યવસ્થાપન સંભાળ્યું હતું અને બાળાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મહાનગરપાલિકા તરફથી તમામ બાળાઓને ભાવતા ભોજન કરાવાયા હતા. આ કાર્યક્રમ થકી વિધાર્થીનીઓને વહીવટી તંત્ર કેવી રીતે કામ કરે છે તેની જીવંત માહિતી મળી હતી.#Morbi #MorbiUpdate #Education #Nagarpalika #InternationalWomensDay #StudentEmpowerment #MadhaparvadiSchool #DayWithCommissioner