15 વિદ્યાર્થીઓને ફાયર પ્રિવેન્શન તાલીમ અપાઈમોરબી : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરીજનોની સુરક્ષા અને જાગૃતિ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ત્રાજપર ચોકડી પાસે આવેલી જી.કે. હોટલ ખાતે આગ અને રેસ્ક્યૂ અંગેની એક મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.હોટલમાં આગનું કૃત્રિમ દ્રશ્ય સર્જાયુંજી.કે. હોટલના સંચાલક દ્વારા ફાયર બ્રિગેડને હોટલમાં આગ લાગી હોવા અંગે અને પ્રથમ માળે ગેસ્ટ ફસાયા હોવાનો ઈમરજન્સી કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતાની સાથે જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર ફાઈટીંગ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આ સાથે જ પ્રથમ માળે ફસાયેલા ગેસ્ટને સહી-સલામત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. અંતમાં તંત્ર દ્વારા આ એક મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવતા હોટલ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.15 વિદ્યાર્થીઓને અપાઈ ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગફાયર શાખા દ્વારા તા. 24/02/2026 થી 02/03/2026 દરમિયાન શાળામાં 15 વિદ્યાર્થીઓને ફાયર પ્રિવેન્શનની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત હોટલના સ્ટાફ અને હાજર નાગરિકોને પણ આગ જેવી આકસ્મિક ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી કરવી અને સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજણ આપવામાં આવી હતી.ફાયર NOC અંગે કડક કાર્યવાહીશહેરની વિવિધ સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે બિલ્ડીંગો પાસે ફાયર NOC નથી તેમને નોટીસ ફટકારી જરૂરી ગાઈડલાઈન આપવામાં આવી છે. અગાઉ આપવામાં આવેલી નોટીસના પગલે અત્યાર સુધીમાં 189 કોમ્પ્લેક્ષ અને 38 સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી પૂર્ણ અથવા કાર્યરત છે.રેસ્ક્યુ અને આગના બનાવોમાં કામગીરીઆ સમયગાળા દરમિયાન ફાયર વિભાગને 04 રેસ્ક્યુ કોલ અને 02 આગના બનાવોના કોલ મળ્યા હતા. જેમાં ફાયરના જવાનોએ PPE કિટ અને આધુનિક સાધનો સાથે સજ્જ થઈને કામગીરી કરી હતી. કોઈ પણ ઇમરજન્સી સમયે નાગરિકોને (02822) 230050, 101 અથવા 112 પર સંપર્ક કરવા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશકુમાર ડાકી દ્વારા જણાવાયું છે.#Morbi #FireSafety #MockDrill #MorbiMunicipalCorporation #FireDepartment #RescueOperation #PublicSafety #MorbiUpdate