મોરબી : મોરબી મહાનગરપાલિકાના વિસ્તારોમાં થતા રસ્તા અને પેવર બ્લોકના કામોમાં ભારે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશો દ્વારા આજે કમિશનરને ત્રણ અલગ-અલગ આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે જો ૧૦ દિવસમાં આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.પંચાસર રોડનો પ્રશ્નપંચાસર રોડની તમામ સોસાયટીના રહીશોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, નવો જ બનાવેલ પંચાસર મેઈન રોડ અત્યારથી જ તૂટવા લાગ્યો છે. આ રોડના કામમાં ભારે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે. રસ્તાનું કામ સાવ બિસ્માર હાલતમાં છે. કામની વિગત દર્શાવતું કોઈ બોર્ડ પણ મારવામાં આવ્યું નથી. રહીશોએ આ મામલે સંપૂર્ણ તપાસ કરી રોડ નવો બનાવવાની માંગ કરી છે.ઉમિયા સર્કલથી રવાપર ચોકડીનો પ્રશ્નઉમિયા સર્કલ તથા અવની ચોકડીની તમામ સોસાયટીના રહીશોની રજૂઆત છે કે, ઉમિયા સર્કલથી રવાપર ચોકડી કેનાલની પૂર્વ સાઇડ પેવર બ્લોક નાખવાની કામગીરી આશરે ત્રણ વર્ષથી ચાલે છે અને હજુ સુધી પૂરી કરવામાં આવી નથી. આ અધૂરા કામથી ધૂળ અને કાંકરા ઊડીને રસ્તા પર આવતા વાહનચાલકોને ભારે હાલાકી પડે છે. આ કામ ઝડપથી પૂરું કરવા તેમજ થયેલ ગેરરીતિની તપાસ કરવા માંગ ઉઠી છે.મચ્છુ ડેમની મુખ્ય નહેરના પશ્ચિમ બાજુના રોડનો પ્રશ્નઅવની ચોકડીના રહીશોએ જણાવ્યું છે કે, મચ્છુ ડેમની મુખ્ય નહેરના પશ્ચિમ બાજુ (ઉમિયા સર્કલથી લીલાપર તરફ) જતો રોડ આર.સી.સી.થી બનાવવામાં આવેલ છે. આ રસ્તામાં લોખંડ નાખવાની જોગવાઈ હોવા છતાં લોખંડ નાખેલ નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે અને તેની તપાસની માંગ કરી છે. કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની સાફ-સફાઈની કામગીરી પણ કરવામાં આવતી નથી અને રોડ અત્યંત બિસ્માર છે.આ ત્રણેય રજૂઆતોમાં નાગરિકોનો એક જ સૂર જોવા મળ્યો છે કે, કામના સ્થળે કામની વિગત દર્શાવતા કોઈ જ બોર્ડ લગાવવામાં આવતા નથી. જો ૧૦ દિવસમાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં કે નિરાકરણ લાવવામાં નહીં આવે, તો સ્થાનિકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #RoadIssues #MorbiMunicipalCorporation #PublicIssue