મોરબી : ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે આવતીકાલે 7 માર્ચની સવાર રાજ્યના અનેક વિસ્તારો માટે ધુમ્મસભરી રહેવાની આગાહી જાણીતા યુવા હવામાન જાણકાર ઉત્તમ માળીએ કરી છે. તેમણે જણાવ્યું છે કે, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન અને વાહનવ્યવહાર પર અસર પડી શકે છે.આવતીકાલે સવારે કચ્છ જિલ્લામાં સૌથી વધુ ધુમ્મસ જોવા મળશે. અહીં ધુમ્મસની તીવ્રતા એટલી વધારે હોઈ શકે છે કે જાણે વરસાદ પડતો હોય તેવી ઝાકળની અનુભૂતિ થશે અને વિઝિબિલિટી ખૂબ જ ઓછી રહેશે.સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભેજવાળા વાતાવરણ વચ્ચે ધુમ્મસની ચાદર છવાઈ જશે. મુખ્યત્વે મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદમાં ગાઢ ધુમ્મસ અને વરસાદ જેવી ભારે ઝાકળ પડવાની પૂરી સંભાવના છે. આ ઉપરાંત અન્ય વિસ્તારો જેવા કે વિરમગામ, રાધનપુર, સાંતલપુર અને થરાદમાં પણ ઝાકળ પડવાની શક્યતા છે.રાજ્યમાં ઠંડા પવનોની સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારે દ્રશ્યતા (વિઝિબિલિટી) ઓછી રહેવાની હોવાથી વાહનચાલકોને મુસાફરીમાં સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #WeatherForecast #FogAlert #GujaratWeather #Winter #Saurashtra #Kutch #MorbiNews