જો સ્થિતિ નહિ સુધરે તો ચારથી પાંચ જ દિવસમાં 400 યુનિટો બંધ થવાની તૈયારીમાં : એક્સપોર્ટના ઓર્ડર સ્થગિતમોરબી: ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ અને વૈશ્વિક રાજકીય અસ્થિરતાની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે. પ્રોપેન ગેસની સપ્લાયમાં અનિશ્ચિતતા અને નિકાસમાં ઊભા થયેલા અવરોધોને કારણે સિરામિક ઉદ્યોગ અત્યંત કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. શટ ડાઉન થનાર ફેકટરીઓની સંખ્યા બે જ દિવસમાં 100ને પાર થઈ ગઈ છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા અનુસાર વર્તમાન યુદ્ધની પરિસ્થિતિને કારણે ગેસ કટોકટી સર્જાય છે. જેને પરિણામે 100 જેટલા યુનિટો બંધ થઈ ગયા છે. જો પ્રોપેન ગેસની સપ્લાય માટે કોઈ આયોજન નહીં થાય, તો આગામી 4 થી 5 દિવસમાં વધુ 400 યુનિટોને તાળા મારવા પડશે. ગુજરાત ગેસ દ્વારા જે એકમોને 50% ગેસ સપ્લાય કરવાની મંજૂરી આપવામાં આવી હતી, તે પણ આગામી 18 થી 20 તારીખ સુધીમાં બંધ થવાની શક્યતા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઊર્જા સંકટનો સામનો કરી રહ્યો છે, જેની સીધી અસર ઉત્પાદન પર પડી છે.નિકાસ પર ભારે ફટકો અને ઓર્ડર રદમાત્ર ઉત્પાદન જ નહીં, પરંતુ વેચાણ અને નિકાસ ક્ષેત્રે પણ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ છે. જીસીસી (GCC) દેશોમાં નિકાસ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. ગલ્ફના દેશોમાં જતા જહાજો પર પણ યુદ્ધની અસર દેખાઈ રહી છે, જેનાથી નિકાસ પર ગંભીર અસર પડી છે. હાલમાં નવી કોઈ નોંધપાત્ર માંગ નથી, અને જે ઓર્ડર અગાઉથી મળ્યા હતા તે પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. બનેલો માલ ક્યારે નિકાસ થશે તે અંગે પણ અનિશ્ચિતતા છે. આ સ્થિતિ ઉદ્યોગકારો માટે અત્યંત ચિંતાજનક છે.મુખ્યમંત્રીએ પણ ચિંતા વ્યક્ત કરીઆ ગંભીર પરિસ્થિતિની નોંધ લેતા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સિરામિક ઉદ્યોગને શું રાહત કે મદદ પૂરી પાડી શકાય તે અંગે વિચારણા શરૂ કરી છે. ઉદ્યોગકારો પણ સરકાર પાસેથી યોગ્ય રાહત અને સહાયની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી શકાય.પેપર મિલ, પેકેજીંગ અને ટ્રાન્સપોર્ટરને પણ ભારે અસર મોરબીમાં સિરામિક એકમો બંધ થતાં તેની સીધી અસર પેપર મિલ, પેકેજીંગ, ટ્રાન્સપોર્ટર સહિતના ઉદ્યોગો પર પડી છે. ઉપરાંત આ તમામ ક્ષેતી કામ કરતા કામદારોની રોજગારી ઉપર પણ પ્રશ્ન સર્જાયો છે. હવે આ ઉદ્યોગોમાં આવેલા સંકટને કારણે સમગ્ર પંથકના અર્થતંત્ર ઉપર આની ભારે અસર જોવા મળશે. #MorbiUpdate #MorbiNews #MorbiCeramic #CeramicIndustry #WarImpact #GasCrisis #GujaratBusiness #BusinessNews #GujaratNews #IndustrialCrisis #Morbi