મોરબી: રાષ્ટ્રભક્તિના ભાવને સુદ્રઢ કરવા અને હિન્દુ સમાજમાં નવી ચેતનાના સંચાર અર્થે મોરબીના મહેન્દ્રનગર ખાતે આગામી 07 માર્ચના રોજ 'વિરાટ હિન્દુ સંમેલન'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે.હિન્દુ સંમેલન સમિતિ - મહેન્દ્રનગર મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સનાતન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ આયોજનમાં 'પંચ પરિવર્તન' એટલે કે સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન અને સ્વદેશી ભાવ જાગરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.કાર્યક્રમની વિગત: • તારીખ: 07 માર્ચ 2026 ને શનિવાર • સમય: રાત્રે 09:00 થી 11:00 સુધી • સ્થળ: રામધન આશ્રમ, મહેન્દ્રનગરસંતોના આશીર્વચન અને વક્તા:આ સંમેલનમાં જોધપુર (નદી) સરસ્વતી નિકેતન આશ્રમના પૂજ્ય સંત ભાણદેવજી તેમજ મહેન્દ્રનગર રામધન આશ્રમના પૂજ્ય ભાવેશ્વરી માતાજીના આશીર્વચનનો લાભ ભક્તોને મળશે. આ ઉપરાંત મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંત RSS ના સહ કાર્યવાહ દેવેન્દ્રભાઈ દવે ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદબોધન કરશે.હિન્દુ સંમેલન સમિતિ દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર યજ્ઞમાં પરિવાર અને મિત્ર મંડળ સહિત ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે.#Morbi #MorbiUpdate #ViratHinduSammelan #Mahendranagar #HinduSamaj #PanchParivartan #RSS #RamdhanAshram #Sammelan