મોરબી : મોરબી શહેરને રાત્રિના સમયે વધુ સુરક્ષિત અને પ્રકાશિત બનાવવા માટે મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર નવા પોલ ઉભા કરી સ્ટ્રીટ લાઈટ લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, શનાળાથી ઘુનડા રોડ પર સ્ટ્રીટ લાઈટ અને પોલ સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલમાં મહેન્દ્રનગરથી પીપળી રોડ અને શનાળા સર્કલથી રાજપર રોડ પર મહાનગરપાલિકાની હદ વિસ્તાર સુધી નવા પોલ અને સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી પ્રગતિમાં છે. આ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી લેવામાં આવશે, જેથી વાહનચાલકો અને રાહદારીઓની સુખાકારીમાં વધારો થશે. આ મુખ્ય માર્ગોની કામગીરી પૂર્ણ થયા બાદ શહેરના અન્ય જરૂરી માર્ગો પર પણ જરૂરિયાત મુજબ નવા પોલ અને લાઈટો લગાવવામાં આવશે.માર્ગો ઉપરાંત મોરબીની સુંદરતામાં વધારો કરવા માટે મણી મંદિર તેમજ ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગ સ્થાપિત કરવાનું આયોજન કરાયું છે. મહાનગરપાલિકા દ્વારા આ અંગેની પ્રક્રિયા પૂર્ણ કરીને સંબંધિત એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. આ કામગીરી પૂર્ણ થતાં મોરબી શહેર વધુ આકર્ષક અને ઝળહળતું બનશે.મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ શહેરમાં લાઈટોને લગતી કોઈપણ સમસ્યાનું ઝડપી નિવારણ લાવી શહેરની લાઈટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા સતત પ્રયાસો ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #StreetLights #MorbiNews #MorbiCity #Development #ManiMandir #GreenChowk