5 હજારથી વધુ લાભાર્થીઓ લઈ રહ્યા છે વિવિધ યોજનાઓનો લાભમહેન્દ્રનગર ખાતે પોસ્ટ ઓફિસની બચત અને વીમા યોજનાઓ માટે કાલે શુક્રવારે વિશેષ કેમ્પ યોજાશે મોરબી : મહેન્દ્રનગર પોસ્ટ ઓફિસ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી મહત્તમ પહોંચે તે માટે ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મહેન્દ્રનગરની પોસ્ટ ઓફિસ સરકારની વિવિધ બચત યોજનાઓનો લાભ આપવા બાબતે રાજ્યભરમાં મોખરે રહી છે.આ અંગે મહેન્દ્રનગર પોસ્ટ ઓફિસના BPM નરેન્દ્રભાઈ મેરજાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોસ્ટ વિભાગ દ્વારા નાગરિકો માટે વિવિધ બચત યોજનાઓ અને વીમા યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેનો લોકો મહત્તમ લાભ લે તેવા પ્રયાસો અમારી પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે સરકારની યોજનાઓનો લાભ આપવા બાબતે ગુજરાતમાં મહેન્દ્રનગર પોસ્ટ ઓફિસ મોખરે છે. હાલ મહેન્દ્રનગર પોસ્ટ ઓફિસમાં આશરે 5 હજાર જેટલા લાભાર્થીઓ છે, જેઓ વિવિધ બચત અને વીમા યોજના જેવી કે, RPLI (રૂરલ પોસ્ટલ લાઈફ ઈન્સ્યુરન્સ), PLI (પોસ્ટલ લાઈફ ઈન્સ્યૂરન્સ), સુકન્યા સમૃદ્ધિ યોજના, એફડી, સેવિંગ એકાઉન્ટ, GAG (ગ્રુપ એક્સિડન્ટ ગાર્ડ), ટાઈમ ડિપોઝિટ સહિતની યોજનાઓમાં જોડાયેલા છે.વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકારના પોસ્ટ વિભાગની વિવિધ વીમા અને બચત યોજનામાં વધુ ને વધુ લાભાર્થીઓ જોડાય તે માટે મહેન્દ્રનગર પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટલ ગ્રાહક સ્નેહમિલન અને RPLI મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં ગ્રાહકોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હોય છે. આવા જ એક કેમ્પનું આયોજન આવતીકાલે તારીખ 6 માર્ચ ને શુક્રવારના રોજ મહેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું છે.મોરબીના મહેન્દ્રનગર ખાતે ભારત સરકાર અને ઇન્ડિયા પોસ્ટના સંયુક્ત ઉપક્રમે પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓ અને વીમા યોજનાઓની માહિતી આપવા તેમજ સ્થળ પર જ ખાતા ખોલવા માટે એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ગ્રામજનો પોસ્ટ ઓફિસની તમામ બચત યોજનાઓ, દરેક પ્રકારના બચત સાથેના વીમા તેમજ અકસ્માત વીમાનો લાભ લઈ શકશે. પોસ્ટ ઓફિસ દ્વારા સામાન્ય વર્ગને આર્થિક સુરક્ષા પૂરી પાડવાના હેતુથી ખૂબ જ નજીવા પ્રીમિયમે અકસ્માત વીમા કવર આપવામાં આવી રહ્યું છે, જેની માહિતી નીચે મુજબ છે.વાર્ષિક ₹૩૫૫ ના પ્રીમિયમમાં ૫ લાખનો અકસ્માત વીમોવાર્ષિક ₹૫૫૫ ના પ્રીમિયમમાં ૧૦ લાખનો અકસ્માત વીમોવાર્ષિક ₹૭૫૫ ના પ્રીમિયમમાં ૧૫ લાખનો અકસ્માત વીમોઆ ઉપરાંત, આ કેમ્પમાં પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ (PLI) વિશે પણ માર્ગદર્શન આપવામાં આવશે. PLI એ અન્ય વીમા કંપનીઓની સરખામણીમાં ઓછા પ્રીમિયમે વધુ બોનસ અને ઊંચું વળતર આપે છે. જેમાં ફેમિલી સેવિંગ પ્લાન, રિટાયરમેન્ટ પ્લાન, ચાઈલ્ડ એજ્યુકેશન અને મેરેજ પ્લાન, મની બેક પ્લાન તેમજ ટેક્સ સેવિંગ જેવી અનેક યોજનાઓનો લાભ મેળવી શકાશે.કેમ્પની વિગતોતારીખ: ૦૬/૦૩/૨૦૨૬સમય: સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધીસ્થળ: બજરંગ મંદિર, મહેન્દ્રનગર (જૂનું ગામ)આ કેમ્પમાં વહેલા તે પહેલાના ધોરણે કામગીરી થવાની હોવાથી, મહેન્દ્રનગર અને આસપાસના ગ્રામજનોને સમયસર પહોંચી આ સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. #Morbi #MorbiUpdate #Mahendranagar #PostOffice #IndiaPost #PLI #Insurance #SavingsScheme #AccidentInsurance #FinancialPlanning