રદ આવાસોની યાદી લીલાપર રોડ સ્થિત આવાસ યોજનાની સાઇટ પર બ્લોક મુજબ તેમજ મહાનગરપાલિકા કચેરીના નોટિસ બોર્ડ પર 13/03/2026 સુધીમાં પ્રસિદ્ધ રહેશેમોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર રોડ પર આવેલ સર્વે નંબર 1116ની જગ્યામાં નિર્માણ પામેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળના 336 લાભાર્થીઓના આવાસ રદ કરવામાં આવ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા અને નાણાં ન ભરનારા આસામીઓ સામે પાલિકાએ લાલ આંખ કરી છે.મળતી વિગતો મુજબ, મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2017માં 400 આવાસોનો કોમ્પ્યુટર ડ્રો કરવામાં આવ્યો હતો. આ ડ્રોમાં સફળ થયેલા 400 લાભાર્થીઓ પૈકી 336 લાભાર્થીઓ યોજનાના નિયમો મુજબ નિયત થયેલી પૂરેપૂરી રકમ સમયમર્યાદામાં ભરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઉપરાંત, કેટલાક કિસ્સાઓમાં ફાળવેલ આવાસનો લાભાર્થી દ્વારા કાયમી ઉપયોગ ન થતો હોવાનું અથવા તો મૂળ લાભાર્થીને બદલે અન્ય કોઈ વ્યક્તિ આવાસનો ઉપયોગ કરતી હોવાનું સામે આવ્યું હતું.આ તમામ બાબતોને ગંભીરતાથી લઈને 336 લાભાર્થીઓના આવાસ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાલિકા દ્વારા આ રદ થયેલા આવાસ પરત મેળવીને નવી અરજીઓ મંગાવવામાં આવશે અને પુનઃફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.મહત્વનું છે કે, રદ થયેલા 336 આસામીઓના મૂળ સરનામા અપૂરતા હોવાથી તેમને વ્યક્તિગત ટપાલ મોકલવી શક્ય ન હતી. આથી પાલિકા દ્વારા આ યાદી લીલાપર રોડ સ્થિત આવાસ યોજનાની સાઇટ પર બ્લોક મુજબ તેમજ મહાનગરપાલિકા કચેરીના નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદી આગામી તારીખ 13-03-2026 સુધી કચેરી સમય દરમિયાન જોઈ શકાશે. જેની સંબંધિત લાભાર્થીઓએ નોંધ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે#Morbi #MorbiUpdate #MorbiNagarpalika #AwasYojna #ChiefMinisterHousingScheme #IHSDP #MorbiNews #GujaratNe