મોરબી : મોરબી શહેરના લગધીરપુર રોડ પર આવેલ પરિશ્રમ કોમ્પ્લેક્સમાં રહેતા રાજેશભાઇ મુન્નાલાલ સવિતા ઉ.42 નામનો યુવક કોમ્પ્લેક્સની અગાસી પરથી પડી જતા ગંભીર હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.