મોરબી: મોરબી નજીક આવેલી નેક્સિયન સર્ફેસેસ પ્રાઇવેટ લિમિટેડ ખાતે 55માં રાષ્ટ્રીય સલામતી સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને કાર્યસ્થળને અકસ્માત મુક્ત બનાવી વધુ સુરક્ષિત કરવાનો રહ્યો હતો.આ વર્ષની 'Engage – Educate – Empower' થીમ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં સલામતીના મહત્વ અંગે કર્મચારીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કંપનીના અધિકારીઓ દ્વારા તમામ સ્ટાફને સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને શૂન્ય અકસ્માત ધરાવતું કાર્યસ્થળ બનાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન હાજર તમામ કર્મચારીઓએ એકજૂથ થઈને સલામતીના નિયમોના પાલન માટેની પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સલામતી એ માત્ર નિયમ નથી પરંતુ દરેક કર્મચારીની નૈતિક જવાબદારી છે. સલામતીને સર્વોપરી પ્રાથમિકતા આપીને જ આપણે સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરી શકીએ છીએ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા અને સુરક્ષા લક્ષી માહિતી મેળવી હતી.#Morbi #MorbiUpdate #NexionSurfaces #NationalSafetyWeek #SafetyFirst #IndustrialSafety #Awareness #MorbiNews #SafetyWeek2026