ખીરઇ અને ચીખલી ગામના ત્રણ ઈસમોએ છરી બતાવી ધમકી આપતા ફરિયાદ નોંધાવાઈમોરબી : માળીયા મિયાણા નેશનલ હાઇવે પે ભીમસર ચોકડી નજીક આવેલ જી.કે.હોટલના મેદાનમાં હોળીના તહેવારને લઈ નાળિયેરથી રમત રમી રહેલા ટ્રાન્સપોર્ટર અને તેમના મિત્રોને કોઈપણ જાતના કારણ વગર ચીખલી અને ખીરઇ ગામના ત્રણ ઈસમોએ કારમાં આવી ગાળાગાળી કરી છરી બતાવી જાનથી પતાવી દેવા ધમકી આપતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના વાધરવા ગામે રહેતા ટ્રાન્સપોર્ટર મીતરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉ.25 નામના યુવાને આરોપી યુસુફ ઉર્ફે ભાણો સંઘવાણી અને જુસબ રહે.ખીરઇ તેમજ આરોપી કાસો સામતાણી રહે.ચીખલી ગામ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.1ના રોજ મોડીરાત્રે ફરિયાદી તેમજ તેમના મિત્રો ભીમસર ચૉકડી પાસે આવેલ જી.કે.હોટલના મેદાનમાં હોળીના તહેવારને લઈ નાળિયેરથી રમતા હતા ત્યારે ત્રણેય આરોપીઓ કાર લઈને આવી કારણ વગર ગાળાગાળી કરી મારવાની ધમકી આપી જતા રહ્યા હતા.જેથી ફરિયાદી આરોપીઓ પાછળ જતા હોટલના ગ્રાઉન્ડમાં જ આરોપીઓએ વાતચીત કરી ઉગ્ર બોલાચાલી કરી છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે મિતરાજસિંહની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.