મોરબી : મોરબી - રાજકોટ હાઇવે પર અજંતા ફેકટરીના કવાટર્સમાં રહેતા નરેશભાઈ વેરસીભાઈ દધુકિયા ઉ.60 નામના વૃદ્ધનું 19 વર્ષ પહેલાં એક્સિડન્ટ થયું હોય પથારીવસ થઈ ગયા હતા.જેમાં ગઈકાલે સવારે કોઈ અગમ્ય કારણોસર વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.