મોરબી : મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં અભ્યાસ કરતી તમામ 414 દીકરીઓને શિક્ષકો દ્વારા પોતાની દીકરી સમાન જ સ્નેહ આપવામાં આવે છે. બાળાઓની વિવિધ જરૂરિયાતો પૂરી પાડવા માટે શાળાના શિક્ષકો હંમેશા તત્પર રહે છે, ત્યારે આ શાળામાં ફરજ બજાવતા પૂર્વ સીઆરસી કો-ઓર્ડિનેટર, શિક્ષક અને ઉપ આચાર્ય અરવિંદભાઈ કૈલાના પિતા અંબારામભાઈ કૈલાનું દુઃખદ અવસાન થતાં તેમણે પિતાની સ્મૃતિમાં એક પ્રેરણાદાયી સંકલ્પ લીધો છે.અરવિંદભાઈએ પોતાના પરિવારજનોના સહયોગથી શાળાની 414 બાળાઓ માટે દર મહિનાની માસિક પુણ્યતિથિ નિમિત્તે 13 વખત ભોજન પ્રસાદ કે શૈક્ષણિક વસ્તુ અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંકલ્પ મુજબ અત્યાર સુધીમાં છ વખત બાળાઓને ભોજન અર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે આજે તમામ બાળાઓ પોતાની કલા ખીલવી શકે તે હેતુથી તેમને ચિત્રપોથી અર્પણ કરવામાં આવી હતી. આ ઉમદા અને પ્રેરણાદાયક કાર્ય બદલ સમગ્ર શાળા પરિવારે અરવિંદભાઈ કૈલાનો આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiNews #MorbiUpdate #MadhaparwadiKanyaShala #Education #SocialInitiative