મોરબી : મોરબી અદાલતે ચેક રિટર્નના એક મહત્વના કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે જ, આરોપીને ફરિયાદીને ચેકની રકમની બમણી રકમ ૯% વાર્ષિક વ્યાજ સાથે ચુકવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.આ કેસની વિગત મુજબ, ફરિયાદી વિવેકભાઈ જેરાજભાઈ ભીમાણી પાસેથી આરોપીએ હાથ ઉછીની લીધેલી રકમ પરત આપવા માટે ચેક આપ્યો હતો. આ ચેક રિટર્ન થતાં ફરિયાદી દ્વારા કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.કોર્ટે આ કેસની સુનાવણી પૂર્ણ કર્યા બાદ આરોપીને દોષિત ઠેરવતા એક વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત, ચેકની રકમ રૂ. ૨,૦૦,૦૦૦/- ની બમણી રકમ એટલે કે રૂ. ૪,૦૦,૦૦૦/- વાર્ષિક ૯% વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે. જો આરોપી આ રકમ ચુકવવામાં નિષ્ફળ રહે તો તેની વિરુદ્ધ સજા વોરંટ ઇશ્યુ કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.આ કેસમાં ફરિયાદી તરફે મોરબીના યુવા વકીલ અલ્પેશ પી. હાલપરા, સુરેશ આર. વાઘાણી અને પી. એમ. કોરીયા રોકાયેલ હતા. કોર્ટના આ ચુકાદાથી ચેક રિટર્નના કેસોમાં દાખલો બેસાડવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #CourtOrder #CheckBounceCase #Justice #MorbiNews #LawAndOrder