સ્કાય મલ્ટીપ્લેક્સમાં BIG Screen અને Dolby સાઉન્ડ સાથે ક્રિકેટ પ્રેમીઓ માણી શકશે મેચનો રોમાંચમોરબી: ક્રિકેટનો મહાસંગ્રામ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી હાઈવોલ્ટેજ સેમીફાઈનલ મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીના ક્રિકેટ પ્રેમીઓ માટે આ મેચનો આનંદ બેવડાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાય મલ્ટીપ્લેક્સ (Sky Multiplex) ખાતે આગામી 5 March 2026 ના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચનું લાઈવ સ્ક્રીનિંગ યોજાશે. સાંજે 6:30 વાગ્યાથી શરૂ થનારા આ લાઈવ ટેલિકાસ્ટમાં દર્શકોને વિશાળ સ્ક્રીન પર મેચ જોવાનો લ્હાવો મળશે. આ ઉપરાંત Dolby 7.5 Digital Sound System ના કારણે સ્ટેડિયમ જેવો જ ધમાકેદાર અનુભવ ઘરઆંગણે મળી રહેશે.આ ઐતિહાસિક જંગના સાક્ષી બનવા માટે એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. લિમિટેડ સીટો હોવાથી ક્રિકેટ પ્રેમીઓને વહેલી તકે પોતાની ટિકિટ બુક કરાવી લેવા જણાવાયું છે.#Morbi #Cricket #TeamIndia #SemiFinal #IndiaVsEngland #SkyMultiplex #LiveScreening #MorbiUpdate #CricketFever2026