વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરમાં આવેલ મિલપ્લોટ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી ફિરોઝ હશનભાઈ કટિયાને રોકડા રૂપિયા 570 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.