માળિયા અને આમરણમાં તાપમાન 38 ડિગ્રીને તથા મોરબી અને ટંકારામાં તાપમાન 37 ડિગ્રીને આંબી જવાની સંભાવનામોરબી: શિયાળાની વિદાય સાથે હવે ધીમે ધીમે ઉનાળાએ આકરા મંડાણ કર્યા છે. મોરબી અને રાજકોટ પંથકમાં આજથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાનાંખીજડીયા, ટંકારા) દ્વારા આગામી 2 થી 7 માર્ચ સુધીની હવામાનની આગાહી જાહેર કરવામાં આવી છે, જેમાં ગરમી વધવાની સાથે માવઠાની કોઈ શક્યતા ન હોવાનું જણાવાયું છે.આગાહી અનુસાર, આજથી તાપમાનમાં સતત વધારો નોંધાશે. આવતીકાલે એટલે કે 3 માર્ચના રોજ રાજકોટ અને મોરબી વિસ્તારમાં તાપમાન 35 ડિગ્રી નોંધાઈ શકે છે. ત્યારબાદ ગરમીનું પ્રમાણ વધુ વધશે અને તારીખ 4 માર્ચથી 7 માર્ચ દરમિયાન રાજકોટ, મોરબી અને ટંકારા વિસ્તારમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે માળિયા અને આમરણ પંથકના અમુક વિસ્તારોમાં પારો 38 ડિગ્રીને આંબી જશે તેવી પૂરેપૂરી શક્યતા છે.આ 2 થી 7 માર્ચના સમયગાળા દરમિયાન હવામાન એકદમ સૂકું અને આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. પવનની દિશા મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમની રહેશે અને તારીખ 5 થી 7 માર્ચ દરમિયાન પવનની ઝડપમાં પણ થોડો વધારો જોવા મળશે. ઉત્તર-પશ્ચિમના પવનને કારણે વહેલી સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેશે, જેના પરિણામે આગામી દિવસોમાં સવારે ઝાકળવર્ષા થઈ શકે છે. ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે હાલમાં ક્યાંય કોઈ માવઠા (કમોસમી વરસાદ)ની શક્યતા નથી.#MorbiUpdate #MorbiWeather #RajkotWeather #WeatherForecast #GujaratWeather #MorbiNews #Tankara #Maliya #SummerHeat #NoRainForecast