મોરબી: જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા અને ગુનાખોરી અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ મુજબ મોરબી જિલ્લાની તમામ બેંકો, ATM, જ્વેલરી શો-રૂમ, શોપિંગ મોલ અને હાઈવે પરની હોટલો તથા પેટ્રોલ પંપ પર ફરજિયાત હાઈ-ડેફિનેશન CCTV કેમેરા લગાવવાના રહેશે.જાહેરનામાની મુખ્ય વિગતો:- કેમેરાનું લોકેશન: બેંકો, ATM, મોલ અને થિયેટરોના પ્રવેશદ્વાર, એક્ઝિટ, રિસેપ્શન, પાર્કિંગ અને લોબીમાં કેમેરા લગાવવા અનિવાર્ય છે.- હાઈવે માટે સૂચના: હાઈવે પરના પેટ્રોલ પંપ અને હોટલોમાં વાહનોના નંબર પ્લેટ અને ડ્રાઈવરનો ચહેરો સ્પષ્ટ દેખાય તેવા નાઈટ વિઝન કેમેરા રાખવાના રહેશે.- રેકોર્ડિંગ અવધિ: CCTV ફૂટેજનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સાચવી રાખવાનું રહેશે.- સુરક્ષા ગાર્ડ: મહત્વના સ્થળોના પ્રવેશદ્વાર પર સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરવી પડશે.- નવા એકમો: જિલ્લામાં શરૂ થતા નવા એકમોએ આ વ્યવસ્થા કર્યા બાદ જ કામગીરી શરૂ કરી શકશે.આ જાહેરનામું 30/04/2026 સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ગંભીર ઘટના સમયે ફૂટેજ માત્ર પોલીસને જ આપવાના રહેશે, અન્ય કોઈને નહીં.#MorbiUpdate #MorbiNews #CCTV #Security #MorbiAdministration #LawAndOrder