વિદ્યાર્થીઓએ રજૂ કર્યા વિવિધ વૈજ્ઞાનિક મોડેલ્સમોરબી : મોરબી નજીક વિરપર ખાતે આવેલી નવયુગ સંકુલમાં નેશનલ સાયન્સ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલા વૈજ્ઞાનિક અભિગમને ઉજાગર કરી વિવિધ વિષયો પર કૃતિઓ રજૂ કરી હતી.નેશનલ સાયન્સ ડે નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ઓર્ગેનિક ખેતી, વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, આરોગ્ય સંબંધિત કૃતિઓ અને આધુનિક ટેકનોલોજી જેવા વર્તમાન સમયના અનેક મહત્વના વિષયો પર આકર્ષક વૈજ્ઞાનિક મોડેલ્સ તૈયાર કરીને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ શાળાના તમામ વિજ્ઞાન શિક્ષકો અને પ્રિન્સિપાલ રાવલ સરના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. આ તકે સંસ્થાના પ્રેરણાસ્ત્રોત પી.ડી. કાંજીયા, બળદેવ સર તેમજ દરેક વિભાગીય વડાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી તેમને પ્રેરણા પૂરી પાડી હતી. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં હોંશભેર ભાગ લઈ પોતાનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવ્યો હતો.#Morbi #MorbiUpdate #NavyugSankul #NationalScienceDay #ScienceExhibition #Education #Virpar #MorbiNews #ScienceDay2026