જોડિયા: જોડિયા તાલુકાના રસનાળ ગામે આગામી તા. 03/03/2026 ને મંગળવારના રોજ સંત આંબાભગતની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય લોક ડાયરો અને સંતવાણીના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.રસનાળ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા કલાકાર ગોપાલ સાધુ અને રાહુલ રાવલ પોતાની કલા પીરસશે. ગોપાલ સાધુએ પણ તમામ ધર્મપ્રેમી જનતાને આ સંતવાણી કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન પટેલ સમાજની વાડી, રસનાળ ખાતે રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ યુટ્યુબ ચેનલ K K LIVE VISION DHROL પર પણ કરવામાં આવશે. સમસ્ત કડવા પાટીદાર સમાજ - રસનાળ દ્વારા ભાવિકોને પધારવા આમંત્રણ પાઠવાયું છે. #MorbiUpdate #Rasnal #Santvani #GopalSadhu #RahulRaval #Jodiya #Jamnagar #Devotional #LiveProgram #MorbiNews