મોરબી: મોરબી શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગત રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા વાહનોમાં મોટા પાયે તોડફોડ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના જીઆઇડીસી મેઇન રોડ, છાત્રાલય રોડ અને મુનનગર સહિતના રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો હતો. આ વિસ્તારોમાં ઘર કે રોડ પર પાર્ક કરવામાં આવેલી જુદી જુદી કુલ મળીને 15 જેટલી કારના કાચ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તોડી નાખવામાં આવ્યા છે.સવારે લોકો જ્યારે જાગ્યા ત્યારે પોતાની કારના કાચ તૂટેલી અને નુકસાનગ્રસ્ત હાલતમાં જોતા આશ્ચર્ય અને આક્રોશમાં મુકાઈ ગયા હતા. એક જ રાતમાં આટલી મોટી સંખ્યામાં વાહનોમાં નુકસાન કરવામાં આવતા લોકોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.સ્થાનિક વાહન માલિકો દ્વારા આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ તો અજાણ્યા શખ્સોને ઓળખી કાઢવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં વારંવાર બનતી આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.#Morbi #MorbiUpdate #MorbiNews #BreakingNews #CrimeNews #Vandalism #MorbiPolice #GujaratNews