મોરબી : સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ મોરબી જિલ્લો તથા રાધે કૃષ્ણ પરિવાર દ્વારા આગામી પવિત્ર ચૈત્ર માસમાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને સમૂહ રાંદલ મહોત્સવ યોજાશે.કાર્યક્રમની મુખ્ય વિગતકથા પ્રારંભ: 11/04/2026, શનિવારકથા સમય: બપોરે 3 થી 7 કલાક સુધીસમૂહ રાંદલ મહોત્સવ: 14/04/2026, મંગળવારકથા પૂર્ણાહુતિ: 17/04/2026, શુક્રવારવક્તા: આ જ્ઞાનયજ્ઞમાં ભાગવતાચાર્ય નિખિલભાઈ જોષી (મોરબીવાળા) પોતાની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.વિશેષ આયોજન:જે પરિવારો પિતૃઓના મોક્ષાર્થે ભાગવત નથી કરી શકતા, તેવા ભક્તો માટે માત્ર 5001/- માં પોથીજી બિરાજમાન કરી આપવામાં આવશે. જેમાં પિતૃપૂજન, પોથી પૂજન, આરતી અને પૂજાપાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત સમૂહ રાંદલ મહોત્સવમાં માત્ર 4501/- માં રજિસ્ટ્રેશન કરાવી શકાશે, જેમાં 2 લોટા રાંદલ, તમામ પૂજાપો, ભૂદેવોની દક્ષિણા અને પ્રસાદી (ભોજન)ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.આ આયોજનને સફળ બનાવવા કિરણબેન ઠાકર (જિલ્લા પ્રમુખ), હીનાબેન પંડ્યા, નિશાબેન જોષી, પ્રજ્ઞાબેન ઓઝા, દર્શનાબેન જોષી, નેહલબેન રાવલ, રૂપલબેન શુક્લ, હર્ષાબેન દવે સહિતના બ્રહ્મસમાજ અને રાધે કૃષ્ણ પરિવારના હોદ્દેદારો તેમજ મોરબીના વિવિધ સમાજના અગ્રણીઓ અને સહભાગી સંસ્થાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ ધાર્મિક કાર્યમાં જોડાવા અને નામ નોંધાવવા માટે અનુરોધ કરાયો છે.#Morbi #MorbiUpdate #ReligiousEvent #BhagwatSaptah #RandalMahotsav #Brahmsamaj #Spiritual #GujaratNews #MorbiCity