જૂની પેન્શન યોજના, ગ્રેડ પે અને બદલી સહિતના મુદ્દે રજૂઆતમોરબી : મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી આવેલા શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને તાજેતરમાં મળેલ રાજ્ય કારોબારીમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જૂની પેન્શન યોજના, જિલ્લાફેર બદલી, ગ્રેડ-પે અને શિક્ષકોને અપાતી બિનશૈક્ષણિક કામગીરી સહિતના 27 જેટલા સળગતા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.રાજ્ય કારોબારીમાં રજૂ કરાયેલા મુખ્ય પ્રશ્નોપેન્શન અને પગાર: 2005 પછી નિમણૂક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવી. ધો. 6 થી 8 ના શિક્ષકોને અલગ પગાર ધોરણ અને 4200 નો ગ્રેડ પે આપવો. 1998થી નિમણૂક પામેલા શિક્ષકોને માંદગી સબબની રજા કેરી ફોરવર્ડ કરવી.બદલી અને મહેકમ: જિલ્લાફેર બદલી કેમ્પ સત્વરે યોજવો અને સમગ્ર નોકરી દરમિયાન બે વખત જિલ્લાફેર કરવાની જોગવાઈ કરવી. CET ના કારણે ધો.6 થી 8 માં સેટ અપ ઘટતું હોય, શિક્ષકોને ધો.1 થી 5 માં જવા માટેનો વિકલ્પ આપવો. નવરચિત મોરબી જિલ્લાના શિક્ષકોના GPF ના નાણાં ટ્રાન્સફર કરવા.શૈક્ષણિક અને વહીવટી કામગીરી: શિક્ષકો પાસેથી લેવાતી બિન-શૈક્ષણિક કામગીરીમાં 'રાષ્ટ્રહિતની કામગીરી'ની સ્પષ્ટતા કરવી. સરકારી એપ્સ કે ઓનલાઈન એન્ટ્રીઓ માટે શિક્ષકોના અંગત મોબાઈલ અને ડેટાનો ઉપયોગ અટકાવવો. CTS, UDIS+, અપાર આઈડી, દિક્ષા જેવી અલગ-અલગ એપની જગ્યાએ તમામ કામગીરી માટે એક જ પોર્ટલ બનાવવું. શિક્ષકોની તાલીમો ઓછી કરી તેમને વર્ગખંડમાં વધુ સમય ફાળવવા દેવો.વિદ્યાર્થીઓ અને શાળાલક્ષી પ્રશ્નો: શાળાઓમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતા કે વૃક્ષારોપણ જેવા જીવન કૌશલ્યોના કામ કરતા હોય ત્યારે વિડીયો વાયરલ કરી શિક્ષકો સામે તપાસના આદેશો આપવાને બદલે શિક્ષણ વિભાગે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવી. CETમાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને ખાનગી અને સરકારી શાળામાં સમાન શિષ્યવૃત્તિ આપવી, જેથી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનો ઘટાડો અટકે.ગ્રાન્ટ અને હિસાબ: શાળા કક્ષાએ SMC ની ગ્રાન્ટ વર્ષની શરૂઆતમાં જ ફાળવવી અને હિસાબ માટે અગાઉની જેમ એકાઉન્ટન્ટ ફાળવવા. નિવૃત થનાર શિક્ષકોના રજા રોકડ રૂપાંતર વગેરેની ગ્રાન્ટ વર્ષમાં બે વખતના બદલે દર ત્રણ મહિને ફાળવવી.અન્ય મહત્વના મુદ્દાઓ: ધો. 3 થી 5 માં તાસ પદ્ધતિ બંધ કરવી જેથી બાળકોના પાયાના શિક્ષણ પર પૂરતું ધ્યાન આપી શકાય. ઈન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા સિનિયર શિક્ષકોના ચાર્જ એલાઉન્સમાં વધારો કરવો અને તેમને મહેકમમાં ન ગણવા. લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોને વર્ગ-2 ની પરીક્ષા માટે લાયક ગણવા, અને આધારકાર્ડ વગરના બાળકોની શિષ્યવૃત્તિ દરખાસ્ત સરળ કરવી.આ પ્રશ્નોની રજૂઆત વખતે રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા, રાજય પ્રતિનિધિ કરશનભાઈ ડોડીયા, કાર્યકારી અધ્યક્ષ પ્રવિણભાઈ ધોળુ, સહ કોષાધ્યક્ષ રમેશભાઈ ચાવડા, તેમજ પ્રચાર મંત્રી નિરવભાઈ બાવરવા અને હરમીતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratTeachers #EducationDepartment #OldPensionScheme #TeachersIssues #MorbiDistrict