મોરબી : માળિયા મિયાણા પોલીસ દ્વારા બાતમીના આધારે વેણાસર ગામની સીમમાંથી દેશી દારૂ અને આથો પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે પ્રોહિબિશનની સફળ રેડ કરીને કુલ ૧,૦૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પ્રોહિબિશન હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે વેણાસર ગામની સીમમાં વાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન સ્થળ પરથી ૩૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેની કિંમત રૂ. ૬૦,૦૦૦ થાય છે. આ ઉપરાંત દેશી દારૂ બનાવવાનો ૧૮૦૦ લિટર આથો પણ મળી આવ્યો હતો જેની કિંમત રૂ. ૪૫,૦૦૦ થાય છે. આમ પોલીસે કુલ રૂ. ૧,૦૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ ગુનામાં સંડોવાયેલ આરોપી આમીન ઉર્ફે ટકી ઇસ્માઇલભાઇ મોવર (રહે. વેણાસર ગામની સીમ, તા. માળિયા મિ., જિ. મોરબી) પકડવાનો બાકી હોય પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. #MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #GujaratPolice #CrimeNews #Prohibition #LiquorRaid #MorbiCrime