મોરબી: માતૃભાષા અભિયાન અંતર્ગત મોરબીમાં છેલ્લા લાંબા સમયથી કાર્યરત 'પુસ્તક પરબ'ના માધ્યમથી વાંચન પ્રેમીઓ માટે સુવર્ણ તક ઝડપી લેવાનો સમય આવી ગયો છે. આગામી 01-03-2026, રવિવારના રોજ મોરબીમાં 86મું પુસ્તક પરબ યોજાવા જઈ રહ્યું છે.આ પુસ્તક પરબમાં વાંચકો માટે 4000 થી પણ વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. પુસ્તક પરબનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં વાંચન પ્રત્યે રુચિ વધારવી અને ઉત્તમ સાહિત્ય સરળતાથી પહોંચાડવાનો છે.પુસ્તક પરિચય અને વિશેષ આકર્ષણ:આ વખતના પુસ્તક પરબમાં વિશેષ 'પુસ્તક પરિચય' કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. જેમાં જીજ્ઞાસા પટેલ દ્વારા 'માય ડિયર જયુ' લેખિત પુસ્તક 'ચૂંટેલી વાર્તાઓ'નો સુંદર પરિચય કરાવવામાં આવશે.સમય અને સ્થળ :તારીખ: 01-03-2026 (રવિવાર)સમય: સવારે 9:00 થી 11:30સ્થળ: સરદારબાગ, શનાળા રોડ, મોરબીમોરબીના તમામ પુસ્તક પ્રેમી જનતાને આ પરબનો લાભ લેવા અને જ્ઞાનની સરવાણીમાં સહભાગી થવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #PustakParab #BookFair #ReadingMission #Literature #MorbiUpdate #GujaratiLiterature #MatrubhashaAbhiyan