મોરબી : મોરબીમાં જમીન દલાલની ઘાતકી હત્યા કરી લાશને સળગાવીને દાટી દેવાના ચકચારી બનાવમાં ગઈકાલે ઝડપાયેલા પાંચ આરોપીઓને આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓના ૭ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેની સામે કોર્ટે તમામ આરોપીઓના ૩ દિવસના એટલે કે આગામી ૩ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ કેસની વિગતો મુજબ, ભડીયાદ ફાર્મ હાઉસ ખાતે જમીન દલાલની હત્યા નીપજાવીને પુરાવા નાશ કરવાના ઇરાદે લાશને પીપળી રોડ પર લઈ જઈને સળગાવીને દાટી દેવામાં આવી હતી. આ મામલે રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને હત્યા બાદ લાશના નિકાલ માટે અને પીપળી રોડ સુધી લઈ જવા માટે જે કારનો ઉપયોગ થયો હતો તે કાર અંગે પણ ઊંડી તપાસ ચલાવવામાં આવશે. આ ઉપરાંત, આ ગુનામાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ અને ગુનાહિત કાવતરામાં કોનો કોનો હાથ છે તે દિશામાં પણ વધુ પૂછપરછ કરવામાં આવશે.પોલીસના સકંજામાં આવેલા આરોપીઓ બાલુભાઈ થોભણભાઈ અઘારાથોભણભાઈ ઘેલાભાઈ અઘારારમેશભાઈ અરજણભાઈ અઘારાવિશાલ રમેશભાઈ વાધડીયાજયદિપભાઈ કાનાભાઈ સેરશીયાહજુ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂરFIRમાં નોંધાયેલા 7 આરોપીઓ પૈકી હજુ પણ ભાવેશ થોભણભાઈ અઘારા અને જીતેશભાઈ બાલુભાઈ જાલરીયા પોલીસ પકડથી બહાર છે. આ આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં ટીમો રવાના કરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiPolice #MurderCase #CrimeNews #MorbiCrime #RealEstateBroker #Bhadiyad #PipliRoad