મોરબી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ખાસ “mmc4women week” નું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહના પ્રથમ ચરણમાં શહેરની મહિલાઓ માટે યોગા અને ઝુમ્બા સેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ 01/03/2026, રવિવારના રોજ સવારે 09:00 કલાકે શનાળા રોડ પર આવેલા સરદાર બાગ ખાતે “Yoga & Zumba 4 Women” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં યોગમ એકેડેમીના અનુભવી ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવશે. જેમાં યોગ, એરોબિક્સ અને જિમ્નાસ્ટિક્સના સર્ટિફાઇડ ટ્રેનર યશ પરમાર તેમજ ડાન્સ અને ઝુમ્બા ટ્રેનર તાશુ વ્યાસ મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડશે. મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં વધારો થાય તેવા ઉમદા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ભાગ લેનાર મહિલાઓએ પોતાની સાથે યોગા મેટ અને પાણીની બોટલ લાવવાની રહેશે. તેમજ આરામદાયક ડ્રેસ પહેરીને સમયસર હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ મહિલાઓને આ ફિટનેસ કાર્યક્રમમાં જોડાઈને તેને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મોરબી મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા પેજ અથવા હેલ્પલાઇન નંબર +91 95370 70527 પર સંપર્ક કરી શકાશે. #Morbi #MorbiUpdate #MorbiNagarpalika #MMC4Women #WomenEmpowerment #YogaAndZumba #Fitness #InternationalWomensDay #HealthAwareness