મોરબી : મોરબીમાં તાજેતરમાં જમીન દલાલ તાજમહંમદભાઈની થયેલી હત્યા મામલે મિયાણા સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે મરહૂમની ત્રીજા દિવસની જિયારત બાદ મિયાણા સમાજ દ્વારા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ ઉઠાવવામાં આવી હતી. બીજી તરફ પોલીસે સરઘસ કાઢવાની બાહેંધરી આપ્યાનું જાણવા મળી રહ્યું છે.મિયાણા સમાજના પ્રમુખ અકબરભાઈ મોવરે જણાવ્યું હતું કે, આજે તાજમહંમદભાઈની જિયારત પૂર્ણ કર્યા બાદ સમાજના લોકો બી-ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરવા જવાના હતા. તેમની મુખ્ય માંગ એ હતી કે હત્યાના આરોપીઓ પકડાઈ ગયાને ત્રણથી ચાર દિવસનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા તેમનું સરઘસ કેમ કાઢવામાં આવ્યુ નથી. આ બાબતે રજૂઆત કરવા જાય તે પૂર્વે જ બી-ડિવિઝન પીઆઇ રૂબરૂ ત્યાં આવી પહોંચ્યા હતા અને મિયાણા સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. પ્રમુખ અકબરભાઈના જણાવ્યા અનુસાર, પીઆઇ દ્વારા તેમને સ્પષ્ટ બાંહેધરી આપવામાં આવી છે કે હાલ આરોપીઓના રિમાન્ડ મંજૂર થયેલા છે, અને આ રિમાન્ડ પૂરા થયા બાદ સમાજની માંગણી સ્વીકારીને આરોપીઓનું સરઘસ કાઢવામાં આવશે.https://youtube.com/shorts/59Y7Gp3S8lo?si=x_EtQ7HAiqhKbzZe#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiCrime #CrimeNews #MiyanaSamaj #MorbiPolice #Justice