લાખો રૂપિયાનો વીજ વાયર ચોરી કર્યા બાદ ઓગળી નાખી ભંગારના વેપારીને વેચી નાંખ્યો હતો : ભંગારના વેપારીની પણ ધરપકડવાંકાનેર : વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર, સમથેરવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવનચક્કી અને સોલાર પ્લાન્ટમાં ઉત્પન્ન થતી વીજળી વહન કરવા માટે નાખવામાં આવેલી હેવી વીજ લાઈનમાંથી અંદાજે 11 લાખની કિંમતનો 3 હજાર કિલો વીજ વાયર ચોરી કરી પાંચ લાખની કિંમતના વીજ વાયરને નુકશાન કરવામાં બનાવનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી મોરબી એલસીબીએ વાયર ચોર ગેંગના ચાર સભ્યો અને ચોરીનો માલ ભંગારમાં રાખનાર વેપારી સહિત પાચની ધરપકડ કરી પાંચ આરોપીઓના નામ ખોલાવી નાખ્યા છે.એલસીબી ટીમે વીજ વાયર ચોરી મામલે એલ્યુમિનુયમ વાયરને ઓગળી નાખનાર શખ્સોના કબ્જામાંથી બોલેરો વાહન સહિત 14.13 લાખનો મુદ્દામાલ પણ કબ્જે લીધો હતો.વાંકાનેર પંથકમાં ખાનગી પવનચક્કી અને સોલાર પ્લાન્ટમાંથી વીજળી વહન કરવા માટે હેવી લાઇન નાખવાની કામગીરી કરી રહેલ કંપનીના કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં મોરબી એલસીબીએ 3000 કિલોથી વધુ વજનનાં એલ્યુમિનુયમ વાયરની ચોરીને અંજામ આપનાર આરોપી (1) કુકાભાઇ ઉર્ફે કુકો મનજીભાઇ ડાભી રહે,વિનયગઢ તા.વાંકાનેર (2) શૈલેષભાઇ રમેશભાઈ ગણાદીયા રહે. સતાપરગામ તા.વાંકાનેર (3) કરણભાઇ ઉર્ફે સંજય રાજાભાઈ ગણાદીયા રહે.સતાપર તા.વાંકાનેર (4) ભુરાભાઇ માલાભાઇ સરૈયા રહે. હીરાણા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર અને ચોરીનો એલ્યુમિનિયમ વાયર ખરીદનાર ભંગારના ધંધાર્થી એવા આરોપી (5) હુશેનભાઇ વલીમામદભાઇ કાસમાણી રહે, ચંદ્રપુરગામ તા. વાંકાનેર જી.મોરબી વાળાની ધરપકડ કરી હતી.મોરબી એલસીબી ટીમે આરોપીઓના કબ્જામાંથી રૂ.35 હજારની કિંમતના 7 મોબાઇલ ફોન, એલ્યુમિનિયમના વાયરના ઢાળીયા નંગ 157 વજન આશરે 2650 કિલો કિંમત રૂ.9,75,200, વાયર કાપવાના કટર નંગ-2 કિ.રૂ.1000, બેલ્ટ નંગ-૧ કિ.રૂ.200, ઇલેકટ્રીક ગ્રાઇન્ડર નંગ-1 કિ.રૂ.1000, ઇલેકટ્રીક જમ્પર નંગ-2 કિ.રૂ.1000 તેમજ બોલેરો પીકઅપ નંબર GJ-13-AW-8337 કિમત રૂ.4 લાખ મળી કુલ રૂ.14,13,600નો મુદામાલ કબજે કર્યો હતો.વધુમાં વીજ વાયર ચોરી મામલે પકડાયેલા આરોપીઓની પૂછતાછમાં ચોરીના બનાવમાં આરોપી (1) વિપુલભાઇ રવજીભાઇ મકવાણા રહે. વિનયગઢ તા.વાંકાનેર (2) કિશનભાઇ વેલજીભાઈ ધોરીયા રહે. શેખરડી તા.વાંકાનેર (3) સામજીભાઇ બચુભાઇ કુમખાણીયા રહે.સરોડી તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર (4) જગાભાઇ હેમુભાઇ મકવાણા રહે. વિનયગઢ તા.વાંકાનેર અને આરોપી (5) કિશન પ્રેમજી ગોરીયા રહે. સતાપર તા.વાંકાનેર વાળાની સંડોવણી હોવાની કબુલાત આપતા પોલીસે પાંચેય આરોપીઓને ફરાર દર્શાવી ઝડપી લેવા પ્રયાસ હાથ ધર્યા છે.દિવસે રેકી કરી રાત્રીના બોલેરો લઇ વાયરો ચોરી કરતા : મોરબી અને સુરેન્દ્રનગરમાં અનેક ચોરી કરીમોરબી એલસીબીએ ઝડપી લીધેલા આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી વાંકાનેર તાલુકાના પાડધરા, ઓળ, માટેલ, સમથેરવા વિસ્તારમાં તેમજ હળવદ તાલુકાના માથક ગામની સીમ તથા સાયલા તાલુકાના મોરલ ગામની સીમ તથા મુળી તાલુકાના દુધઇ ગામની સીમમા દીવસના બે મોટર સાયકલ ઉપર રેકી કરી થાંભલાઓ ઉપર નવા એલ્યુમિનિયમ ઇલેકટ્રીક તાર નાખવાનુ કામ ચાલુ હોય અને ત્યા રાત્રી દરમિયાન સીક્યુરીટી ન હોય તેવા સ્થળો ટારગેટ કરી મોડી રાત્રીના સમયે બોલેરો પીકઅપ તથા વાયર કાપવાના સાધનો સાથે જઇ થાંભલા પરના એલ્યુમિનિયમના ઇલેકટ્રીક તાર કાપી તે મુદામાલ વાંકાનેર તથા થાન વિસ્તારના ભંગારના ડેલાવાળાને વેંચી ભઠ્ઠીમાં ગળાવી તેના ઢાળીયા કરાવી વેચી નાખતા હતા.