વાંકાનેર : વાંકાનેર શહેરમાં નેશનલ હાઇવે પર ગત તા.18ના રોજ જસદણ સીરામીકની ઓફીસ સામે પગપાળા રસ્તો ક્રોસ કરી રહેલા રામજીભાઈ ધરજીયા નામના વૃદ્ધને બોલેરો પિકઅપ નંબર જીજે - 36 - વી - 4672ના ચાલકે ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી હડફેટે લઈ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે ઇજાગ્રસ્ત રામજીભાઈના પુત્ર સુરેશભાઇ ધરજીયા રહે.વીસીપરા, વાંકાનેર વાળાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.