મોરબી: મોરબી જિલ્લામાં ચાલી રહેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા અંતર્ગત તારીખ 28-02-2026 ના રોજ વિવિધ વિષયોની પરીક્ષા યોજાઈ હતી. જેમાં ધોરણ 12માં રસાયણ વિજ્ઞાન અને વાણિજ્ય વ્યવસ્થા જ્યારે ધોરણ 10માં વિજ્ઞાન જેવા મહત્વના વિષયોના પેપર લેવામાં આવ્યા હતા.ધોરણ 12 (ઝોન-51) ની વિગત:મોરબી ઝોન-51 માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઈ હતી. જેમાં રસાયણ વિજ્ઞાન (52) વિષયમાં ગુજરાતી માધ્યમના 1782 અને અંગ્રેજી માધ્યમના 103 મળી કુલ 1885 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1876 હાજર રહ્યા હતા અને 9 વિદ્યાર્થી ગેરહાજર નોંધાયા હતા. વાણિજ્ય વ્યવસ્થા (46) વિષયમાં ગુજરાતી માધ્યમના 4749 અને અંગ્રેજી માધ્યમના 221 મળી કુલ 4970 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 4956 હાજર રહ્યા હતા, જ્યારે 14 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અનિવાર્ય કાવ્યમ (702) વિષયમાં નોંધાયેલા તમામ 10 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમ, ધોરણ 12માં આજના દિવસે કુલ 23 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા છે.ધોરણ 10 (ઝોન-125) ની વિગત:મોરબી ઝોન-125 ના ઝોનલ અધિકારી દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ, ધોરણ 10 વિજ્ઞાન (11) વિષયમાં ગુજરાતી માધ્યમના 12,568 વિદ્યાર્થીઓમાંથી 12,373 હાજર અને 195 ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં 407 વિદ્યાર્થીઓમાંથી 402 હાજર અને 5 ગેરહાજર રહ્યા હતા. આમ, વિજ્ઞાનમાં કુલ 12,975 માંથી 200 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ગણિત (504) વિષયમાં ગુજરાતી માધ્યમના નોંધાયેલા તમામ 16 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર રીતે જોતા, ધોરણ 10 માં કુલ નોંધાયેલા 12,991 વિદ્યાર્થીઓમાંથી 12,791 હાજર રહ્યા હતા અને કુલ 200 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #SSCExam #BoardExam2026 #GujaratBoard #EducationNews #HSCExam #ExamUpdate #GujaratEducation