મોરબી : મોરબીના સરતાનપર સ્થિત વરમોરા ગ્રુપની કવરટેક સિરામિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ફેક્ટરીના સ્ટાફ અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કુલ 65 રક્તદાતાઓએ રક્તદાન કરીને સામાજિક જવાબદારી અદા કરી હતી.આ બ્લડ કેમ્પને સફળ બનાવવામાં પ્રમોદભાઈ વરમોરા, બિમલભાઈ હરણીયા તેમજ કવરટેક કંપનીના ઓફિસ સ્ટાફ અને તમામ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. રક્તદાનના આ ઉમદા કાર્ય બદલ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ કવરટેક સિરામિકના તમામ સ્ટાફ પરિવાર અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ કેમ્પના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.#Morbi #MorbiUpdate #BloodDonation #CovertechCeramic #VarmoraGroup #Sartanpar #SocialWork #SanskarcBloodBank #BloodCamp