પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યુંમોરબી: મોરબીમાં પત્રકાર હોવાની ખોટી ઓળખ આપીને તોડપાણી અને લૂંટનો પ્રયાસ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને આજે બંનેને ઘટનાસ્થળે લાવીને સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.આ ઘટના અંગે ફરિયાદી વિશાલ મહેશભાઈ પાચાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિશાલ સેજપાલ અને ગૌતમ મકવાણા નામના 2 શખ્સો તેમની ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. આ બંને શખ્સોએ કેમેરો ચાલુ કરીને પોતે 'મોરબી ટાઈમ્સ' ન્યૂઝ ચેનલના પત્રકાર હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ તેઓએ ધમકી આપી હતી કે 'તમે અહિયાં ખોટા ધંધા કરો છો, 1 લાખ રૂપિયા આપવા પડશે નહિતર તમને બદનામ કરી દઈશ.'જ્યારે ફરિયાદીએ આટલા પૈસા ન હોવાનું કહીને ઇનકાર કર્યો, ત્યારે આરોપીઓએ તેમને ખેંચીને નીચે સુધી લઈ જઈ ખિસ્સામાં હાથ નાખીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા બંને આરોપીઓને ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ફરિયાદી વિશાલ પાચાણીએ અન્ય લોકોને પણ અપીલ કરી છે કે જે કોઈ પણ આવા કથિક પત્રકારોનો ભોગ બન્યા હોય તેઓ હિંમત કરીને પોલીસ પાસે આવે અને ફરિયાદ નોંધાવે, જેથી કારણ વગર સાચા પત્રકારો બદનામ ન થાય.#Morbi #MorbiUpdate #CrimeNews #FakeJournalist #Extortion #PoliceAction #MorbiPolice