હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી નવા બમ્પ મુકાશેમોરબી: મોરબી શહેરના મુખ્ય માર્ગો પર વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન અને અકસ્માતને નોતરતા માપદંડ વગરના સ્પીડ બ્રેકરો દૂર કરવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકાના ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ટેકનિકલ સર્વે કર્યા બાદ 118 જેટલા સ્પીડ બ્રેકર હટાવી દેવાયા છે અને હવે નિયમ મુજબના નવા બમ્પ નાખવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.શહેરમાં માર્ગ સલામતી જળવાઈ રહે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુરક્ષિત બને તેવા હેતુથી પાલિકા દ્વારા આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC) ના નિયમો અને ટેકનિકલ માર્ગદર્શિકા મુજબ સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે અનેક સ્થળોએ સ્પીડ બ્રેકરો અયોગ્ય રીતે અને માપદંડ વગરના બનાવવામાં આવ્યા હતા, જે વાહનચાલકો માટે અવરોધરૂપ હતા.અત્યાર સુધીમાં થયેલી કામગીરી: • શહેરના મુખ્ય માર્ગો પરથી કુલ 118 માપદંડવિરોધી સ્પીડ બ્રેકરો દૂર કરવામાં આવ્યા. • IRC ના ધોરણો મુજબ અત્યાર સુધીમાં 6 સ્થળોએ નવા વૈજ્ઞાનિક ઢબે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા. • શાળા, હોસ્પિટલ અને રહેણાંક વિસ્તારોની જરૂરિયાત મુજબ બાકીના સ્થળોએ કામગીરી પ્રગતિમાં છે.ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના જણાવ્યા અનુસાર, આ કામગીરી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માતોમાં ઘટાડો કરવો અને વાહનોની ગતિ પર યોગ્ય નિયંત્રણ રાખવાનો છે. આગામી સમયમાં પણ આ પ્રકારે સમીક્ષા કરીને જરૂરી સુધારા કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ગતિમર્યાદાનું પાલન કરવા અને ટ્રાફિક નિયમોને અનુસરવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #TrafficRules #RoadSafety #MorbiNagarpalika #SpeedBreaker #GujaratNews