મોરબી : મોરબીમાં છેલ્લા આઠ વર્ષથી પુષ્ય નક્ષત્રના પવિત્ર અવસરે બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ચાલતા અભિયાન અંતર્ગત આગામી રવિવારે 91માં વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આયુ જીવન આયુર્વેદ દ્વારા આયોજિત આ કેમ્પમાં અત્યાર સુધીમાં સવા લાખથી વધુ બાળકો લાભાન્વિત થયા છે.સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બાળકોને લાભ આપવાનો રેકોર્ડઆ કેમ્પની વિશેષતા એ છે કે અહીં એક જ સ્થળે સૌથી વધુ બાળકોને વિનામૂલ્યે ટીપા પીવડાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. આ કેમ્પમાં માત્ર બાળકો જ નહીં, પરંતુ સગર્ભા બહેનોને પણ આ અમૂલ્ય ટીપા નિઃશુલ્ક પીવડાવવામાં આવે છે. આયુર્વેદિક હોવાને કારણે આ ટીપાની કોઈ આડઅસર થતી નથી અને તે બાળકોને એન્ટિબાયોટિક દવાઓથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે.કેમ્પની વિગત: • તારીખ: 01/03/2026, રવિવાર (પુષ્ય નક્ષત્ર) • સમય: સવારે 10:00 થી 1:00 કલાકે • સ્થળ: સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી, પુજારા મોબાઈલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી. • લાભાર્થી: જન્મથી 12 વર્ષ સુધીના બાળકો તથા સગર્ભા મહિલાઓ.સુવર્ણપ્રાશન ટીપાંના ફાયદા:આ આયુર્વેદિક રસીકરણથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધે છે, જે વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને તાવ સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત બાળકની યાદશક્તિમાં વધારો, પાચનતંત્રમાં સુધારો, શારીરિક-માનસિક વિકાસ, તેજસ્વી-ચપળ બનાવવા અને સ્વભાવમાં રહેલી ચીડિયાપણું ઓછું કરવામાં આ ટીપા અત્યંત ગુણકારી સાબિત થાય છે.મોરબીની જનતાને આ વિનામૂલ્યે કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #Suvarnaprashan #Ayurveda #HealthCamp #ChildCare #PushyaNakshatra #FreeCamp #AayuJivanAyurved #MorbiNews