ટંકારા: ટંકારા તાલુકાના લતીપર હાઈવે પર સાવડી ગામ નજીક એક ચોંકાવનારી અને જોખમી ચોરીની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરોએ જીવના જોખમે થાંભલા પરથી ચાલુ (લાઈવ) હેવી વીજળીના તાર કાપીને ચોરી કરી લીધા છે. આ ઘટનાને પગલે પીજીવીસીએલ તંત્ર દોડતું થયું છે.મળતી વિગતો મુજબ, સાવડી ગામ પાસે લતીપર હાઈવે પર તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ લઈ આ અજીબોગરીબ ચોરીને અંજામ આપ્યો છે. સામાન્ય રીતે વીજ લાઈન ચાલુ હોય ત્યારે તેને અડકવું પણ જીવલેણ સાબિત થઈ શકે છે, તેમ છતાં તસ્કરોએ ભારે જોખમ ખેડીને હેવી વીજળીના તારો કાપી લીધા હતા. આ ચોરીને કારણે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને સ્થાનિકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.પીજીવીસીએલ દ્વારા પોલીસ ફરિયાદની તજવીજઘટનાની જાણ થતાં જ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીઓએ સ્થળ તપાસ કરીને વીજ તારની ચોરી થઈ હોવાની પુષ્ટિ કરી છે. હાલ પીજીવીસીએલ વિભાગ દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.#Morbi #Tankara #Theft #PGVCL #CrimeNews #LatiparHighway #MorbiUpdate