મોરબી: મોરબીમાં પ્રકૃતિ તરફ વળવા અને નિરોગી જીવનશૈલી અપનાવવાના હેતુથી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા આગામી રવિવારે નેચરલ અને ઓર્ગેનિક વસ્તુઓના વેચાણનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ વેચાણ કેન્દ્ર તારીખ ૦૧-૦૩-૨૦૨૬ ને રવિવારના રોજ સવારે ૮:૦૦ થી બપોરના ૧૨:૦૦ વાગ્યા દરમિયાન સનાળા રોડ પર ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, આર.ડી.સી. બેંકના દરવાજા પાસે, માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ કાર્યરત રહેશે.વેચાણ માટે ઉપલબ્ધ વસ્તુઓ:આ કેન્દ્ર પર હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા, ગૌમૂત્ર અર્ક, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ અને આમળાની મીઠી કેન્ડી તથા લેમનટી જેવી આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ મળશે. આ ઉપરાંત રાહતદરે ૧૦ જાતના ગુલાબ અને અન્ય ફૂલછોડ તેમજ રસોડામાં ઉપયોગી એવા લાકડાના પાટલા, વેલણ અને જેરણીનું પણ વેચાણ કરવામાં આવશે. વિશેષ રૂપે અહીં શુદ્ધ ઓર્ગેનિક શાકભાજી પણ ઉપલબ્ધ રહેશે.પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી નગરજનોને ઘરેથી કાપડની થેલી સાથે લાવવા હરડે પ્રચાર કેન્દ્રના સંયોજક જીતુભાઇ ઠક્કર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ મોરબીની જનતાને આ પ્રાકૃતિક ચીજવસ્તુઓના વેચાણ કેન્દ્રનો લાભ લેવા જણાવાયું છે.#Morbi #HardePracharKendra #OrganicVegetables #NaturalProducts #HealthAwareness #MorbiUpdate #EcoFriendly #Ayurveda #