મોરબી : મોરબી તાલુકા અને માળીયા પોલીસે વરલી મટકાના બે અલગ અલગ દરોડામાં બે જુગારીઓને ઝડપી લીધા હતા.પ્રથમ દરોડામાં લખધીરપુર રોડ પર સોરિસો ચોકડી પાસેથી તાલુકા પોલીસે આરોપી સુનિલ વજુભાઇ પરમારને વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 180 કબ્જે કર્યા હતા.જ્યારે બીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે મોટી બજાર પાસેથી આરોપી જાવેદ મહેબૂબભાઈ માણેક રહે.ભટ્ટીવાસ વાળાને રોકડા રૂપિયા 400 સાથે ઝડપી લઈ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.