‘ભારત કે સુપર ફાઉન્ડર્સ’ શોમાં વાંકાનેરની મિટ્ટીકૂલ બ્રાન્ડ અને પ્રોડક્ટથી જાણીતા બિઝનેસ ટાયકૂન થયા પ્રભાવિત, મિટ્ટીકુલમાં કરશે કરોડોનું રોકાણમોરબી: મોરબી જિલ્લાના વાંકાનેરનું નામ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ગુંજ્યું છે. માટીના વાસણોને આધુનિક ઓપ આપી ‘મિટ્ટીકૂલ’ (Mitti Cool) બ્રાન્ડ દ્વારા વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર મનસુખભાઈ પ્રજાપતિ અને તેમના પુત્ર રાજ પ્રજાપતિએ જાણીતા બિઝનેસ રિયાલિટી શો ‘ભારત કે સુપર ફાઉન્ડર્સ’ (Bharat Ke Super Founders) માં ભાગ લઈને સૌનું ધ્યાન ખેંચ્યું છે.શોમાં મિટ્ટીકૂલની શાનદાર રજૂઆતઆ શોમાં મનસુખભાઈ અને રાજે તેમની વર્ષોની મહેનત અને માટીના વાસણોમાં કરેલા ઇનોવેશનની ગાથા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૧૯૮૮માં તેમણે તવા બનાવવાનું મશીન બનાવ્યું હતું અને ત્યારબાદ પાણીના ટપકતા મટકાના સિદ્ધાંત પરથી ઈલેક્ટ્રીસિટી વગર ચાલતું માટીનું ફ્રીજ તૈયાર કર્યું છે. હાલમાં મિટ્ટીકૂલ ૨૦૦થી વધુ પ્રોડક્ટ્સ માર્કેટમાં વેચી રહ્યું છે અને ૧૮થી વધુ રાજ્યોમાં તેમનું નેટવર્ક ફેલાયેલું છે. તેમજ તેઓ ઘણા દેશોમાં એક્સપોર્ટ પણ કરી રહ્યાં છે.બિઝનેસ ટાયકુન્સ થયા પ્રભાવિતશોના હોસ્ટ અને જજ તરીકે હાજર રહેલા જાણીતા અભિનેતા અને બિઝનેસમેન સુનીલ શેટ્ટી, ફાર્મઈઝી (Pharmeasy) ના કો-ફાઉન્ડર ધર્મિલ શેઠ, અને અન્ય ઇન્વેસ્ટર્સે મિટ્ટીકૂલના મોડેલ અને મનસુખભાઈના વિઝનને ખૂબ વખાણ્યું હતું. મિટ્ટીકૂલ દ્વારા ૨ કરોડ રૂપિયાના રોકાણની માંગણી સામે ઇન્વેસ્ટર્સે ઊંડો રસ દાખવ્યો હતો. ખાસ કરીને સુનીલ શેટ્ટીએ આ સ્વદેશી બ્રાન્ડની પ્રશંસા કરી હતી અને શોના માર્કેટ ઇન્વેસ્ટર્સે પણ કંપનીના આઈડિયા અને ટીમને ૫ માંથી ૫ રેટિંગ આપી સૌથી વધુ સ્કોર આપ્યો હતો.સુનીલ શેટ્ટીએ સામેથી કરી બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ઓફરમિટ્ટીકૂલના ફાઉન્ડર્સ મનસુખભાઈ અને રાજ પ્રજાપતિએ જ્યારે મંચ પર તેમની સફર વર્ણવી ત્યારે જજ તરીકે ઉપસ્થિત સુનીલ શેટ્ટી અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે માત્ર આ સ્વદેશી અને ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સના વખાણ જ ન કર્યા, પરંતુ કોઈપણ પ્રકારની આર્થિક અપેક્ષા (ફી) વગર સામેથી મિટ્ટીકૂલ બ્રાન્ડનો ચહેરો (બ્રાન્ડ એમ્બેસેડર) બનવાની ઓફર આપી હતી. સુનીલ શેટ્ટીનો આ નિર્ણય ભારતીય ઇનોવેશન અને માટીની કળા માટે એક બહુ મોટું પ્રોત્સાહન છે.ગ્લોબલ બની રહ્યું છે વાંકાનેરનું મિટ્ટીકૂલતાજેતરમાં જ એમેઝોન પર લિસ્ટ થયેલી આ કંપનીની 'ભારત કે સુપર ફાઉન્ડર્સ' માં સફળતા દર્શાવે છે કે, જો પરંપરાગત કળા અને આધુનિક વિચારનો સમન્વય થાય તો વૈશ્વિક સ્તરે ડંકો વાગી શકે છે. મોરબી જિલ્લા માટે આ એક અત્યંત ગૌરવની ક્ષણ છે.શું છે ‘ભારત કે સુપર ફાઉન્ડર્સ’ શો?‘ભારત કે સુપર ફાઉન્ડર્સ’ એ એમેઝોન પ્રાઈમ અને એમએક્સ પ્લેયર (MX Player) પર પ્રસારિત થતો એક એવો શો છે જ્યાં દેશના ઉભરતા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ તેમના બિઝનેસ આઈડિયા દિગ્ગજ ઇન્વેસ્ટર્સ સામે રજૂ કરે છે. જો ઇન્વેસ્ટર્સને આઈડિયા પસંદ આવે, તો તેઓ તેમાં મોટું રોકાણ કરે છે અને બિઝનેસને સ્કેલ કરવામાં મદદ કરે છે. મિટ્ટીકૂલની સફળતા એ વાતની સાક્ષી છે કે જો મહેનત અને નવીનતા હોય તો માટીના વ્યવસાયને પણ ગ્લોબલ લેવલે લઈ જઈ શકાય છે.#Morbi #Wankaner #MittiCool #MansukhPrajapati #BharatKeSuperFounders #SunielShetty #BrandAmbassador #StartupIndia #MorbiNews #MorbiUpdate #VocalForLocal