મોરબી : મોરબીના આલાપ રોડ વિસ્તારમાં આગામી ૨૮ ફેબ્રુઆરી, શનિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે મહા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં સમસ્ત હિન્દુ સમાજને પરિવાર સાથે ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.હિન્દુ સંમેલન સમિતિ, આલાપ રોડ દ્વારા આયોજિત આ કાર્યક્રમ પટેલ નગર સ્થિત સિદ્ધિદાતા હનુમાનજી મંદિર ખાતે યોજાશે. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે આરએસએસ મોરબીના મિલનભાઈ પૈડા ઉપસ્થિત રહેશે અને સભાને સંબોધિત કરશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે ભક્તિનગર સર્કલ સ્થિત ઉમિયા આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજ ખાસ હાજરી આપશે.આ સંમેલનનો મુખ્ય હેતુ સમાજમાં એકતાનો સંકલ્પ લેવાનો અને સંસ્કૃતિની રક્ષા માટે જાગૃતિ લાવવાનો છે. આયોજકો દ્વારા લોકોને એક ધ્વજ અને એક અવાજના નારા સાથે મોટી સંખ્યામાં ઉમટી પડવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #HinduSammelan #MorbiNews #AlapRoad