ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આદિવાસી સમાજના સ્નેહમિલન સમારોહ સમાન 'ભગોરિયા મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વાર યોજાઈ રહેલા આ સાંસ્કૃતિક મેળામાં આદિવાસી પરંપરા અને સંસ્કૃતિની અનોખી ઝલક જોવા મળશે.પ્રાપ્ત વિગતો અનુસાર, આવતીકાલે તારીખ 28 ફેબ્રુઆરી ને શનિવારના રોજ ટંકારામાં આદિવાસી સ્નેહમિલન સમારોહ યોજાશે. લતિપુર રોડ પર, વિશ્રામ ગૃહ પાછળ આવેલ ડૉ. આંબેડકર ભવન સામે સવારના 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી આ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી આદિવાસી સમાજના લોકો અને આગેવાનો પધારી રહ્યા છે.બિરસા મુંડાની સ્મૃતિ સાથે યોજાઈ રહેલા આ મહોત્સવમાં આદિવાસી કલાકારો પોતાની પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને ઢોલ-નગારા અને નાચ-ગાન સાથે ભવ્ય ઉજવણી કરશે. આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનો લાહવો લેવા તથા તેમાં પધારવા જાહેર જનતાને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Tankara #Morbi #BhagoriyaMela #AdivasiSamaj #TribalFestival #Saurashtra #Gujarat #MorbiUpdate #CulturalEvent