મોરબી: મોરબી તાલુકા પોલીસની ટીમે રંગપર (બેલા) ગામની સીમમાં આવેલી એલીયન્ટ સિરામિક પાછળના કાચા રસ્તેથી દેશી દારૂનો મોટો જથ્થો ભરેલી એક બોલેરો પીક-અપ કાર ઝડપી પાડી છે. પોલીસે દારૂ અને વાહન મળી કુલ 5,00,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી વિગત મુજબ, રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે હાથ ધરવામાં આવેલા અભિયાન અંતર્ગત મોરબી તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે એક સફેદ કલરની મહેન્દ્રા બોલેરો પીક-અપ કાર (રજી. નંબર GJ-03-AZ-8667), જેના આગળના કાચ પર લાલ અક્ષરે અંગ્રેજીમાં 'Hassan' લખેલું છે, તે ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગર કેફી પીણું ભરીને મોરબી તરફ જઈ રહી છે.આ બાતમીના આધારે રંગપર (બેલા) ગામની સીમમાં એલીયન્ટ સિરામિક પાછળ રેડ કરતા, પોલીસે ત્યાંથી દેશી દારૂનો મોટો જથ્થો ભરેલી બોલેરો કાર ઝડપી પાડી હતી. જોકે, પોલીસને જોઈને કારનો ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.પોલીસે કબજે કરેલ મુદ્દામાલ:- દેશી દારૂ: 10,000 લિટર (કિંમત ₹ 2,00,000)- મહેન્દ્રા બોલેરો પીક-અપ કાર: (રજી. નંબર GJ-03-AZ-8667) (કિંમત ₹ 3,00,000)- કુલ મુદ્દામાલ: ₹ 5,00,000આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. ચારલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiPolice #LiquorSeized #CrimeNews #MorbiUpdate #GujaratPolice #BreakingNews