મોરબી: હિન્દુ સમાજને સંગઠિત કરવા તેમજ સમરસતા, સંસ્કાર અને સ્વાભિમાન જેવા ગુણોને ઉજાગર કરવાના ઉમદા હેતુ સાથે રાજપર ખાતે એક ઐતિહાસિક અને દિવ્ય 'હિન્દુ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. રાજપર મંડળના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે.રાજપર મંડળના ગામોનો સહયોગઆ સંમેલનમાં રાજપર, ખાનપર, ચાંચાપર, નસિતપર, નાના-મોટા રામપર, રામનગર, ઉમિયાનગર, ધુનડા, નેસડા, થોરાળા, રામેશ્વર, ગુલાબનગર અને ગાંધીનગર સહિતના ગામોના હિન્દુ પરિવારો સહપરિવાર ઉપસ્થિત રહેશે.કાર્યક્રમની વિગતતારીખ: 28 ફેબ્રુઆરી 2026, ફાગણ સુદ બારસ, સમય: બપોરે 2:00 થી 6:00 વાગ્યા સુધી, સ્થળ: રાજપરસંતોના આશીર્વચન અને મુખ્ય વક્તાઆ પ્રસંગે ભચાઉ (કચ્છ) સ્થિત શ્રવણ કાવડિયા આશ્રમના મહંત આત્માનંદજી ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારા પ્રેરક ઉદબોધન આપશે.કાર્યક્રમની રૂપરેખાબપોરે 2:00 વાગ્યે સામૈયા સાથે કાર્યક્રમની શરૂઆત થશે. ત્યારબાદ 3:00 થી 3:30 સુધી રામધૂન, 3:30 થી 4:00 સ્વાગત વિધિ, 4:00 થી 4:30 સાંસ્કૃતિક કાર્યક્રમ અને 4:30 થી 5:30 વક્તાનું ઉદબોધન યોજાશે. કાર્યક્રમના અંતે સાંજે 5:30 કલાકે આરતી તથા મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.હિન્દુ સંમેલન સમિતિ - રાજપર મંડળ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ દિવ્ય અવસરમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #Rajpar #HinduSammelan #HinduSamaj #MorbiUpdate #SpiritualEvent #GujaratNews #SocialUnity