ફરિયાદમાં જણાવાયા મુજબ જમીનનાં પૈસાની લેતી દેતી મામલે લાલબાગથી અપહરણ કરી ભડીયાદના ફાર્મ હાઉસમાં માર મારી હત્યા કરવામાં આવીમોરબી: મોરબીમાં છેલ્લા 7 દિવસથી લાપતા જમીન દલાલ તાજમહંમદ કરીમભાઈ ભટ્ટીની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો સત્તાવાર ખુલાસો થયો છે. આ મામલે મૃતકના 22 વર્ષીય પુત્ર રિયાઝભાઈ તાજમહંમદભાઈ ભટ્ટીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં 7 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.જમીનના સોદા અને પૈસા ઉઘરાણીમાં ખેલાયો ખૂની ખેલફરિયાદમાં જણાવ્યા અનુસાર, મૃતક તાજમહંમદભાઈ છેલ્લા 15 વર્ષથી જમીન દલાલીનું કામ કરતા હતા. આરોપી થોભણભાઈ ઘેલાભાઈ અઘારા સાથે તેમને જમીનની લેતીદેતી ચાલતી હતી, જેમાં દસ્તાવેજ ન થતા મનદુઃખ ઊભું થયું હતું. તાજેતરમાં જમીન અપાવવાના બહાને તાજમહંમદભાઈ પાસેથી 5 લાખ રૂપિયા પણ લેવામાં આવ્યા હતા. આ નાણાંની ઉઘરાણી અને જૂના મનદુઃખનો ખાર રાખી આરોપીઓએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચ્યું હતું.લાલબાગથી અપહરણ અને ફાર્મ હાઉસમાં ઢોર મારગત 19 ફેબ્રુઆરીના રોજ બપોરે 12:30 વાગ્યે આરોપી બાલુભાઈ અઘારાએ જમીન જોવાના અને સોદો કરવાના બહાને તાજમહંમદભાઈ લાલબાગ સેવાસદન મેઈન ગેટ પાસે બોલાવ્યા હતા. તાજમહંમદભાઈ તેમના મિત્ર હકાભાઈ સાથે ત્યાં પહોંચ્યા હતા, જ્યાંથી બાલુભાઈએ તેમને પોતાની ફોર્ચ્યુનર કારમાં બેસાડ્યા હતા. રસ્તામાં અન્ય આરોપીઓ જીતેશ અને રમેશને કારમાં બેસાડી તમામ ભડીયાદ પાસેના ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. અહીં પ્લાસ્ટિકના પાઇપ અને લાકડાના બડીકા વડે તાજમહંમદભાઈને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી દાટી દીધીહત્યા બાદ લાશનો નિકાલ કરવા માટે આરોપીઓ તેને પીપળી રોડ પર આવેલા ‘શિવાય કોલ’ નામના કારખાને લઈ ગયા હતા. ત્યાં ખાડો ખોદી, લાકડા અને ડીઝલની મદદથી લાશને સળગાવી દીધી હતી અને પુરાવાનો નાશ કરવા માટે ખાડા પર સિમેન્ટ કોંક્રીટનું ધાબું ભરી દીધું હતું. પોલીસ તપાસમાં એક શકમંદની પૂછપરછ દરમિયાન આ સ્થળ મળી આવ્યું હતું, જ્યાંથી માનવ કંકાલના બળેલા અવશેષો મળી આવ્યા છે.7 શખ્સો સામે નોંધાયો ગુનોપોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 103(1), 61(2), 115(2), 238, 54 અને 135 હેઠળ નીચે મુજબના આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે:બાલુભાઈ થોભણભાઈ અઘારાજીતેશભાઈ બાલુભાઈ જાલરીયારમેશભાઈ અરજણભાઈ અઘારાવિશાલ રમેશભાઈ વાધડીયાભાવેશ થોભણભાઈ અઘારાજયદિપભાઈ કાનાભાઈ સેરશીયાથોભણભાઈ ઘેલાભાઈ અઘારાહાલ આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન. પરમાર ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #CrimeNews #MurderCase #MorbiPolice #GujaratNews #LandDispute #JusticeForTajmamad #MianaSamaj