ભડીયાદ પાસે માર માર્યા બાદ મોત નીપજતા આરોપીઓએ પીપળી પાસે કારખાનામાં ખાડો ખોદી લાકડા વડે લાશને સળગવાની કોશિશ કરી દાટી દીધી હતીમોરબી: મોરબીમાં જમીન દલાલ તાજમામદ કરીમભાઈ ભટ્ટીની હત્યા કેસમાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે અને કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. મોરબી ડીવાયએસપી જે.એમ. આલે મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં જમીનની લે-વેચ અને પૈસાની લેતી-દેતીમાં આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.ડીવાયએસપી આલે વધુમાં જણાવ્યું હતું કે, ગત 19 તારીખના રોજ તાજમામદભાઈ અને બાલાભાઈ થોભણભાઈ લાલબાગ પાસે જમીન જોવા ગયા હતા, ત્યારથી જ તેઓ ગુમ હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, જમીનના દસ્તાવેજ મામલે બંને પક્ષો વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી. આરોપીઓએ લાલબાગથી જ તાજમામદભાઈને પોતાની કારમાં બેસાડી દીધા હતા અને અન્ય આરોપીઓ સાથે મળીને ભડીયાદ પાસે લઈ જઈને ઢોર માર માર્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ, લાશને છુપાવવા માટે પીપળી રોડ પર આવેલા કારખાનામાં જમીનમાં ખાડો કરી સળગાવાની કોશિશ કર્યા બાદ દાટી દેવામાં આવી હતી.પોલીસે આ કેસમાં એક શકમંદને સાથે રાખીને પૂછપરછ કરતા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. પોલીસ, FSL, મામલતદાર અને ડોક્ટરોની પેનલની ટીમોએ સાથે મળીને પંચનામું કરી ઘટનાસ્થળેથી લાકડા સાથે સળગાવીને દાટી દીધેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે સ્થળ પરથી સાયન્ટિફિક પુરાવા એકત્ર કરી મૃતદેહને ફોરેન્સિક PM માટે મોકલી આપ્યો છે.હાલ પોલીસ દ્વારા આ કેસમાં કેટલા અને કયા કયા આરોપીઓ સંડોવાયેલા છે, કયા હથિયારો અને વાહનોનો ઉપયોગ થયો હતો, તે તમામ દિશામાં પીઆઇ પરમાર દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, જે જગ્યાએ લાશ દાટવામાં આવી હતી તે સ્થળની માલિકી કોની છે. તેના ડોક્યુમેન્ટ્સની પણ તપાસ કરવામાં આવી રહી છે.https://youtube.com/shorts/x8ofIFigeSY?si=fb2fpsTteevCu5L-#Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #MurderCase #MorbiPolice #GujaratNews