મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયનું પેપર આપ્યું હતું. બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર હોવાથી શરૂઆતમાં વિદ્યાર્થીઓમાં થોડો ડર અને નર્વસનેસ જોવા મળ્યા હતા, પરંતુ પેપર પૂરું થયા બાદ પરીક્ષા કેન્દ્રની બહાર આવેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને રાહતની લાગણી સ્પષ્ટ દેખાતી હતી.વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતીનું પેપર ધાર્યા કરતા ખૂબ જ સહેલું હતું. એક વિદ્યાર્થીએ તો હરખભેર એમ પણ જણાવ્યું કે પેપર એટલું સહેલું હતું કે તેણે બે સપ્લીમેન્ટરી વધારે ભરી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ૬૦ થી ૭૦ ઉપર ગુણ મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.ખાસ કરીને ધોરણ ૧૦માં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, 'પહેલા બોર્ડની પરીક્ષાને લઈને ખૂબ બીક લાગતી હતી, પરંતુ પેપર આપ્યા પછી હવે કોઈ ડર નથી લાગતો.' પહેલા જ પેપરમાં મળેલી આ સફળતાને કારણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ બેવડાયો છે અને હવે આવનારા અન્ય વિષયોના પેપર માટે પણ તેઓ સકારાત્મક ઉર્જા સાથે તૈયારી કરી રહ્યા છે. એકંદરે ગુજરાતીના પેપરે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો એક સુખદ અને પ્રોત્સાહક પ્રારંભ કરાવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratBoardExams #BoardExams #StudentReactions #GujaratiPaper #EducationNews